________________
{{{{
વિવાહસ્થળ, કલહસ્થળ, વધસ્થળ વગેરે સ્થળોએ અવલોકન કરવાનો નિષેધ છે. (૧૩) અધ્યયન : પરક્રિયા
(૬) પરક્રિયા સપ્તકક : આમાં ગૃહસ્થ પાસે પગપ્રમાર્જન, મર્દન, સ્પર્શ, માલીરા તેમજ લેપન કરાવવું, પગ ધોવડાવવા તથા કાંટો, રસી વગેરે કઢાવવા જેવા શરીરના જુદા જુદા ૧૩ (તેર) વિષયોનું વર્ણન તથા ચિકિત્સાની વીગતો જણાવવામાં આવી છે. (૧૪) અધ્યયન : અન્યોન્યક્રિયા
સરળ ગુજરાતી ભાવાર્થ
©
(૧) અન્યોન્ય સપ્તકક : એમાં સાધુ પાસે પગ પ્રમાર્જન વગેરે વાતો છે. તૃતીય ચૂલિકા
(૧૫) અધ્યયન : ભાવના
આમાં ભગવાન મહાવીર સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા, મોક્ષ તથા ભગવાનના કુટુંબી જનના ત્રણ ત્રણ નામ તથા પાંચ મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ચતુર્થ ચૂલિકા
(૧૬) અધ્યયન : વિમુક્તિ
એમાં અનિત્ય ભાવના તેમજ મુનિને હાથી, પર્વત, સર્પ- કાંચળી અને સમુદ્ર વગેરે જુદી-જુદી ઉપમાઓ આપી છે તથા અંતકૃત્ મુનિ અને મોક્ષગામી મુનિનું વર્ણન છે.
श्री आगमगुणमंजूषा ५
19