SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ થયો અને તેમનું મણિબહેન નામ રાખવામાં આવ્યું. તેમના પિતાશ્રીએ તેમનું છબલ એવું હુલામણું નામ પાડયું હતું. લગભગ ૧૬ વર્ષની ઉંમરે તેમનું બહુચરાજી તથા રાંતેજ તીર્થ પાસે દેથળી ગામના મૂળ વતની પરંતુ માંડલમાં રહેતા પિતાશ્રી મોહનલાલ જોઇતારામ તથા માતા શ્રી ડાહીબહેન ડામરસીભાઇના સુપુત્ર ભોગીલાલભાઈ સાથે લગ્ન થયું. તે પછી વિક્રમ સંવત્ ૧૯૭૮ મહા વદિ ૧ બુધવાર તા. ૧૮-૧-૧૯૨૩ ના દીવસે એક પુત્રની પ્રાપ્તિ થઈ કે જેનો જન્મ તેના મોસાળ ઝીઝુવાડામાં થયો હતો. તે પછી લગભગ બે વર્ષમાં બ્રહ્મચર્ય વ્રતનો બંને પતિ-પત્નીએ સ્વીકાર કર્યો. ત્યાર પછી વિક્રમ સંવત્ ૧૯૮૮ જેઠ વદિ ૬ શુક્રવાર, તા. ૨૪-૬-૧૯૩૨ ના દિવસે ભોગીલાલભાઇએ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજ પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને તેઓશ્રીના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય થયા. તેમનું નામ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. તે પછી વિક્રમ સંવત્ ૧૯૯૩ વૈશાખ વદિ ૧૩, શનિવાર તા. ૨૫-૫-૧૯૩૭ ના દિવસે રતલામમાં પુત્રે પણ ભાગવતી દીક્ષા લીધી અને તેમનું નામ મુનિશ્રી જંબૂવિજયજી રાખવામાં આવ્યું. તે પછી વિક્રમ સંવત્ ૧૯૯૫ મહાવદ બારસે તા. ૧૫-૨-૧૯૩૯ બુધવારે મણિબહેનની પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના હાથે અમદાવાદમાં દીક્ષા થઈ અને તેમનાં જ સંસારી મોટાં બહેન પૂજ્ય સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા) નાં શિષ્યા થયાં અને તેમનું નામ શ્રી મનોહરશ્રીજી રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી જ્ઞાનાભ્યાસ તથા તપ-જપની આરાધના કરતાં તેઓ અનેક દેશોમાં વિચર્યા છે. સમેતશિખરજી આદિ અનેક તીર્થોની યાત્રા તથા શ્રી સિદ્ધગિરિરાજની તેમણે નવ વાર નવાણું યાત્રા કરી છે. માસક્ષપણ, સોળભતું, સિદ્ધિતપ, અનેક અઠ્ઠાઇઓ, ચત્તારિ-અ-દસ-દોય, સમવસરણ તપ, સિંહાસન તપ,વીશસ્થાનક તપ પાંચવાર વષી તપ, વર્ધમાન તપની ૬૦ ઓળી આદિ વિવિધ તપશ્ચર્યાઓ તેમણે કરી છે. તેમનો શિષ્યા પરિવાર સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજ, આત્મપ્રભાશ્રીજી મ. તથા સુલભાશ્રીજી મ. વગેરે લગભગ ૪૫ જેટલો છે. તેમની પાછલી ઉંમરમાં તેમના વિનીત શિષ્યા પરિવારે તથા તે તે ગામોના સંઘોએ તેમની અપ્રતિમ અદ્ભુત સેવા કરી છે. તે પણ ઘણાજ ઘણા ધન્યવાદના અધિકારી છે. તેમની તબિયત અસ્વસ્થ છે, એમ સાંભળતાંની સાથેજ અનેક ગામોના સંઘો હાજર થઈ ગયા હતા. સ્વર્ગવાસ થયા પછી એમની અંતિમયાત્રાની ભવ્ય ઉજવણી માટે સાગરગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વજી મહારાજ આદિ અનેક આચાર્ય ભગવંતો તથા પૂ.પ. શ્રી અશોકસાગરજી મહારાજ, ૫. શ્રી સોમચંદ્ર વિજયજી મહારાજ તથા મુનિરાજશ્રી ભાગયેશવિજયજી મહારાજ આદિ અનેક મુનિ ભગવંતોના પૂર્ણ સહકાર તથા સલાહ-સૂચન આદિ પ્રમાણે ભવ્ય તૈયારી કરવામાં આવી. પોષ સુદિ ૧૧ ગુરૂવારે તે અંગેની અનેક ઉછામણીઓ વીસા-નીમાં ભવનના ઉપાશ્રયમાં બોલવામાં આવી, પાલિતાણા જૈન સંઘ તરફથી પાલિતાણા શહેરમાં ખાસ પાખી રાખવામાં આવી. ગુજરાત તથા કચ્છના ઘણા ભાઈ-બહેનો આવી પહોચ્યા. ત્રણ વાગે જય જય નંદા, જય જય ભદ્દા’ના દિવ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002758
Book TitleSiddhhemchandrashabdanushasanam
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year
Total Pages198
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy