________________
કેશરવિજયજી મ. સા. એ કસ્તુરને (દેવનાગરી લિપિ) “કક્કો શિખવાડવાનો પ્રારંભ કર્યો.
મુનિશ્રી કેશરવિજયજી વિહાર કરી જાલોર પધાર્યા. કસ્તુરચંદે પંચ-પ્રતિક્રમણ, ચાણક્યનીતિશાસ્ત્ર, અમરકોશ આદિનો અભ્યાસ કર્યો. રજપૂત ગુલાબચંદ અને બ્રાહ્મણ કસ્તુરચંદ બન્નેનો અભ્યાસ તેજ ગતિથી ચાલતો હતો. બન્નેના હૈયા વૈરાગના રંગે રંગાવા લાગ્યા'તા. કસ્તુરચંદે નાની વયમાં આ સંસારના સ્વરૂપનો ખાસ્સો અનુભવ મેળવી લીધો હતો. હવે જૈન દીક્ષા લેવા બન્નેનું મન લાલાયિત બન્યું હતું.
વિ. સં. ૧૯૬૬ વૈ. સુ. ૩ના જાલોરમાં બન્ને મુમુક્ષુઓ ભાગવતી પ્રવજ્યા મેળવવા ભાગ્યશાળી બન્યા. ગુલાબચંદ મુનિ આનંદવિજયનું નામાભિધાન પામ્યા. કસ્તુરચંદ મુનિ કલ્યાણ વિજય બન્યા.
એ પછી તખતગઢ તરફ વિચરણ થયું. ત્યાં જોધપુરના પં. નિત્યાનંદજી શાસ્ત્રી પાસે બને નૂતન મુનિઓનો અભ્યાસ ઝડપભેર આગળ વધવા લાગ્યો.
સારસ્વત વ્યાકરણ, પંચતંત્ર, વાલ્મટાલંકાર વગેરે અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું.
સાદડી મુકામે પં. શ્રી સિદ્ધિવિજયજી મ. (બાપાજી મ.ના) વરદ હસ્તે બને મુનિઓની વડી દીક્ષા થઈ. મુનિ આનંદવિજયજીનું નામાંતર મુનિ સૌભાગ્યવિજય રખાયું. મુનિ કલ્યાણવિજયનું એ જ નામ રહ્યું.
ફરી તખતગઢ પહોંચી પંડિતજી પાસે અધ્યયન ઝડપભેર આગળ વધાર્યું. અનેક ગ્રંથો કંઠસ્થ કર્યા.
વિ. સં. ૧૯૬૬નું ચોમાસું. મહેસાણા પૂ. પં. શ્રી સિદ્ધિ વિ. મ. સા.ની નિશ્રામાં થયું. યશોવિજયજી જૈન પાઠશાળામાં સિદ્ધહેમ બૃહવૃત્તિ, ન્યાયકારિકાવલીનો અભ્યાસ થયો. સં. ૧૯૬૭નું ચોમાસું ભરૂચ થયું. ત્યાંથી સૂરત ખંભાત થઈ પાલીતાણા ૧૯૬૮નું ચાતુર્માસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org