________________
ન
પ્રશ્નો મોકલ્યાં તેના તરત જ જવાબ આપ્યાં.... પોતાની અનેકવિધ શાસનપ્રવૃત્તિઓમાં પણ મારા જેવી નાનકડી/નાચીઝ આર્યાની હસ્તપ્રતિઓ લાવી આપવાની... ન ઉકલે ત્યાં ઉકેલી આપવાની પ્રસ્તાવના લખવાની... અક્ષરશઃ ગ્રંથ તપાસી આપવાની... વગેરે બધી જ માંગણીને પૂરી કરનાર વાત્સલ્યવારિધિ આચાર્યદેવ શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મહારાજા...
પાઠ વાંચનમાં તથા અર્થ બેસાડવામાં... અન્ય પણ બીજી રીતે ખૂબ જ સમયનો ભોગ આપી અમને જ્ઞાનદાન કરનારા... અદ્વિતીય પ્રજ્ઞાશાલી પૂ. શ્રી ધુરન્ધરવિજયજી મહારાજા...
જન્મથી સુસંસ્કારો સાથે વૈરાગ્ય રસનું પાન કરાવી સદ્ગુરૂ સમાગમ કરાવી જીવનબાગમાં સંયમ-સ્વાધ્યાયાદિની હરિયાળી સર્જાવનાર પરમ તપસ્વી પૂજ્યપિતા મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મહારાજા. પ્રસ્તુત ગ્રંથ માટેની પુસ્તક પ્રાપ્તિથી માંડીને આર્થિક સહયોગ સુધીની તમામ જવાબદારી શિરે વહીને અમને પ્રકાશનાં પંથે સતત પ્રોત્સાહન આપનારા...તથા નય-નિક્ષેપ-અધ્યાત્મ અને દ્રવ્યાનુયોગના અનેક પદાર્થોનાં વિશ્લેષણ સાથે શુદ્ધ પાઠોનાં ચયનમાં ખૂબ સહાય કરનારા બંધુ મુનિરાજ પૂ. શ્રી ભાગ્યેશવિજયસૂરીશ્વસ્જી મહારાજા... પૂ. મુનિરાજ શ્રી મહાયશવિજયજી મહારાજા...
૭ નયનો ટીકાખંડ ને સૂક્ષ્મક્ષિકાએ શુદ્ધ કરી આપનાર વિદ્યાવ્યાસંગી પૂ. ગણિવર્ય શ્રી યશોવિજયજી મહારાજા...
જેઓશ્રી જીવનમાં ૯૩-૯૩ વર્ષની જૈફ વયે પણ ભીંતને ટેકો દેવા જેટલોય પ્રમાદ સેવ્યો નથી એવા પરમોપકારી વયોવૃદ્ધસ્થવિરા દાદી ગુરુણીજી શ્રી મનકશ્રીજી મ.સા....
જેઓશ્રીની હુંફાળી-હેતફરી ગોદમાં સંશોધનયાત્રા શરૂ કરી... સાર્ધશતાધિક ઓળીનાં આરાધિકા... વાત્સલ્યની ગંગોત્રી સમા ગુરુીજી શ્રી સુવર્ણાશ્રીજી મ.સા.
જન્મદાત્રી, જીવનદાત્રી, સંસ્કારદાત્રી, સંયમદાત્રી એમ અનેક
(૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org