SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શોભાવી રહ્યા છે... તેઓશ્રીની) આ જ્ઞાનમંજરી ટીકા... જેમાં શબ્દ શબ્દ સ્વભાવદશાનો શુદ્ધ બોધ અપાઈ રહ્યો છે. પદે-પદે પરભાવની પરતંત્રતા... તથા એને કારણે થતી આત્મતત્ત્વની ખુવારીનો સ્પષ્ટ ચિતાર રજુ કર્યો છે... વળી આત્માની અવસ્થાઓ... સાધકાવસ્થા... સિદ્ધાવસ્થા... તથા બહિરાત્મ...અંતરાત્મ...પરમાત્મદશાની વાતો ખૂબજ સુંદર રીતે બતાવી છે... એક એક અષ્ટકે સાત નય ચાર નિક્ષેપ... આગમ, નોઆગમની ઘટના અપૂર્વ રીતે કરી છે... એવો આ જ્ઞાનમંજરી ગ્રંથ એ ટીકાગ્રંથ નહીં... પણ એક સ્વતંત્ર ગ્રંથ માનીએ તો એ જરાય ખોટું ન ગણાય... કેવલ મારી દૃષ્ટિએ જ નહીં અનેક વિદ્વભૂજયોનાં મુખે વહેતી વાણીનો સૂર એક જ આવે છે કે આ ગ્રંથનું વાંચન જીવનમાં એકવાર નહીં... અનેકવાર કરવું જોઈએ.. મારા માટે તો આ ગ્રંથ શ્રીમત્કલ્પસૂત્રજી જેવો જણાય છે... મને તો લાગે છે કે વર્ષમાં એકવાર આ ગ્રંથ વાંચવાથી આપણી જીવનયાત્રાને સાચો રાહ મળે... જે આપણી આધ્યાત્મિક યાત્રાને અંતિમ પડાવે પહોંચાડીને જ રહે. એમાં જરાય અતિશયોક્તિ નથી. કોઈ બાળક સાગરનું વાસ્તવિક માપ ન જ બતાવી શકે... કોઈ જન્માંધ વ્યક્તિ સૂર્યપ્રકાશનું પારદર્શી આલેખન ન જ કરી શકે... કોઈ મૂક માણસ મીઠાઈની પ્રશંસા યથાર્થ રીતે ન જ કરી શકે... એવી જ વાત છે આ જ્ઞાનમંજરીના સંદર્ભમાં.... ગમે એટલું લખીશ તોય એની ગરિમા ગાવા માટે મારો ક્ષયોપશમ વામણો જ પડવાનો... એટલે એની ગરિમા તો વિદ્ધજ્જનો જ સ્વયં વાંચશે ત્યારે સમજી શકશે... સંશોધન માટેનાં પ્રેરક પીઠબળ : સૌ પ્રથમ તો એકપણ હસ્તપ્રત ન હતી... માત્ર ભગવાનભાઈનું ભાષાંતર હાથમાં હતું... પણ જ્ઞાનમંજરીની વાંચનની ચાલતી યાત્રામાં વારંવાર અવરોધ આવતો હતો...પ્રયોગોની અસમંજસતા, વાક્ય રચનામાં શબ્દોની અવ્યવસ્થિત ગોઠવણી... આ બધું આવી પડતાં... વચ્ચે અમે ઉભા રહી જવા માંડ્યા.. શું કરવું? પછી એની (ભગવાનદાસભાઈની) પ્રસ્તાવના વાંચી તો લખેલું કે... “જ્ઞાનમંજરી ટીકાનો અનુવાદ કરવામાં (૩૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002684
Book TitleGyansara Gyanmanjarivrutti
Original Sutra AuthorYashovijay Upadhyay, Devvachak
AuthorRamyarenu
PublisherKailashnagar Jain Sangh Surat
Publication Year2008
Total Pages506
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Spiritual
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy