________________
કે રૂપે તેમના જેવાર તો ત્યારે જ મળી
વક સંત મન
ચર્ચા કરવાનો અધિકાર નથી મળી જતો. તેવો અધિકાર તો ત્યારે જ મળી શકે, જ્યારે તમે કોઈને કોઈ અંશે કે રૂપે તેમના જેવા હો.
આત્મસાધક સંત મુનિ શ્રી અમરેન્દ્રવિજયજીને એકવાર વિનંતી કરેલી : યોગદષ્ટિ વિષે આપ કાંઈક વિવરણ આપો, તો અમારા જેવાને તેનાં સાધનાલક્ષી રહસ્યો મળે. જવાબમાં તેમણે જણાવેલું : “આ વિષય પર વિવરણ કરવા જેટલી ક્ષમતા તથા કક્ષા હજી મેં મેળવી નથી, માટે હું નહિ લખી શકું.”
આ ઉપરથી આપણને સમજાય કે વિવરણનો અધિકાર એટલે શું? એ પ્રાપ્ત કરવો કેટલો આકરો હોય છે, અને એ પ્રાપ્ત કરવા માટે કેટલી આકરી સાધના જરૂરી હોય છે ?
આ સાધના અને આ અધિકાર-બન્ને શ્રીમદ્ દેવચન્દ્રજી પાસે હતા; અને આપણા પરમ સદ્ભાગ્યે, તેઓએ તે અધિકારનો ઉપયોગ પણ કર્યો; જેનું પરિણામ છે જ્ઞાનમેરી, કેવું મીઠડું નામ ! સાધના ગમે તેટલી કઠોર ભલે હોય, પણ તેનું લક્ષ્ય જો ચિદાનંદની મૌજ હોય, તો તેનો સાધક જ્ઞાનમાર સર્જી શકે; અને તો, તે સર્જન, ટીકાગ્રંથ હોવા છતાં, સ્વતંત્ર ગ્રંથરચનાનું ગૌરવ પામી શકે.
હા, જ્ઞાનમજ્જરી એ શ્રીમદ્ દેવચન્દ્રજીનું એક આગવું ગ્રંથસર્જન છે. વ્યવહારમાં ભલે તે જ્ઞાનની ટીકાનું નામ હોય - ટીકા ગણાતી હોય, પણ તેમણે ગ્રંથના પદાર્થોને જે રીતે ખોલ્યા છે, વિકસાવ્યા છે, જે રીતે એક એક પદ્ય અને તેના એક એક પદના મર્મને તેમણે પકડ્યો છે, તે જોતાં તેમની આ ટીકાને સ્વતંત્ર-મૌલિક ગ્રંથસર્જન કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી થતી.
વસ્તુતઃ તો ઉપાધ્યાયજીના રચેલા શબ્દો સાથે કામ પાડવું એ જ જેવાતેવાના ગજા બહારનું ગણાય. તેમના ગ્રંથ પર વિવરણ કરવા માટે તેમના સમાનધર્મા હોવું અનિવાર્ય છે; અને દેવચન્દ્રજી મહારાજ તેમના એ હદે સમાનધર્મો છે – લાગે છે, કે તેમણે તત્ત્વજ્ઞાનની તિજોરી જેવા આ - પાનસર ગ્રંથમાં સુદઢતાપૂર્વક સ્વૈરવિહાર કર્યો છે, અને આ
(૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org