________________
આ બે નિર્યુક્તિગાથાઓ ઉપરથી જ સાંપડી હોવી જોઈએ. અને આ ગાથામાં પણ ‘નાસાયિં’ પદ તો છે જ ! આ કલ્પના નિરાધાર ભલે હોય, એ રમણીય પણ એટલી જ છે, એનો ઈન્કાર કોઈ નહિ કરે.
પણ
વસ્તુતઃ તો સાર અધ્યયન તેમજ આ ગાથાઓનો નશો ઉપાધ્યાયજીના માનસ પર કેટલી હદે છવાયો હશે, કે અધ્યાત્મસાર પ્રકરણમાં પણ તેમણે આ સાર નો ઉલ્લેખ કર્યો છે :
सम्यक्त्वमौनयोः सूत्रे, गतप्रत्यागते यतः ।
नियमो दर्शितस्तस्मात्, सारं सम्यक्त्वमेव हि ॥ (२/६/१९) અરે ! જ્ઞાનાનો આ શ્લોક જોઈએ તો પણ આ વાતનો આપણને અંદાજ અવશ્ય આવે :
निर्वाणपदमप्येकं भाव्यते यन्मुहुर्मुहुः ।
तदेव ज्ञानमुत्कृष्टं निर्बन्धो नास्ति भूयसा ॥ ( ५/२)
સાર એટલો જ કે સાર નામ ધરાવતી સર્વપ્રથમ રચના તે સર્વજ્ઞકથિત તોસાર અધ્યયન છે, એમ કહી શકાય.
આ પછી તો શ્રીકુન્દકુન્દાચાર્યના સમયસાર, નિયમસાર, પ્રવચનસાર વગેરે ગ્રંથો આવ્યા, તો બીજા પણ યોગસાર, તત્ત્વસાર જેવા પ્રાચીન તાત્ત્વિક ગ્રંથો આવ્યા, તો પવેશસાર જેવા સામાન્ય ઔપદેશિક ગ્રંથો પણ જોવા મળે જ છે. આ જ શ્રેણીમાં ઉપાધ્યાયજીના અધ્યાત્મસાર તથા જ્ઞાનસાર જેવા ગ્રંથો પણ આવે.
એક વાત બહુ સ્પષ્ટ છે ઃ કોઈપણ બાબતનો સાર શું તે સમજવાની તેમજ તેને પામી લેવાની માનવમનની ઝંખના છેક આદિકાળ જેટલી પુરાણી છે. આવા નિર્યુવિજ્ઞની જ વાત કરીએ, તો નિર્યુક્તિનાં મંડાણ કરતાં જ નિર્યુક્તિકાર સારની શોધ કરતાં ફરમાવે છે કે - “અંગસૂત્રોનો સાર શો ?''; “આચારાંગ”. “તેનો સાર ?”; “અનુયોગ-અર્થ”. “તેનો સાર ?''; “પ્રરૂપણા”, “પ્રરૂપણાનો સાર ?”; “ચારિત્ર”. “ચારિત્રનો સાર ?''; નિર્વાણ”. “અને નિર્વાણનો સાર ?”; તો કહે “અવ્યાબાધ સુખ”. (આચા. અધ્ય. ૧, ઉ.૧, નિ.ગા. ૧૬-૧૭)
(૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org