________________
મહાપુરુષોનાં ધ્યેય અને સાધકના બેય જૂદા જૂદા હેવાથી ફલસિદ્ધિ થતી નથી. આ વિષે ઘણું ઘણું કહી શકાય તેમ છે, પરંતુ સ્થાનાભાવે તેની ચર્ચા હવે પછીના મારા “ભરવપદ્માવતીક૯૫ ના પ્રકાશનમાં કરવાની ઈચ્છા રાખતા આ વિષય અત્રે જ સમાપ્ત કરું છું.
છાપકામ માટે, સૂર્યપ્રકાશ પ્રેસના માલિક, યંત્રના ગ્લેંકે તથા ટાઈટલ વગેરે સુંદર રીતે છાપી આપવા માટે કુમાર કાર્યાલયવાળા શ્રીયુત બચુભાઈ રાવત, તથા યંત્રવિવરણના છાપ કામ માટે શ્રો શારદા મુદ્રણાલયના વ્યવસ્થાપકને અત્રે હું આભાર માનું છું.
છેવટે મહારા આ ગ્રન્થ પ્રકાશન કાર્યમાં પ્રેસદોષ અગર દષ્ટિદેષથી કાંઈપણ ખલના રહી જવા પામી હોય તે સુજ્ઞ બંધુઓ સુધારી લેશે એવી ઈચ્છા રાખતે વિરમું છું. સંવત ૧૯૯૨
પ્રકાશક
સારાભાઈ મણિલાલ નવાબ ભાદ્રપદ શુલ દશમી
નવી પત્થરચાલ, કોલેજ સામે વડોદરા તા. ૨૬–૯–૧૯૩૬ !
વડેદરા.