SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) આવશ્યક : વંદના આ બંને આવશ્યકો શ્રમણના આવશ્યકોના સમાન છે. આ આવશ્યકનો પાઠ શ્રમણના આવશ્યકના સમાન છે. (૪) આવરચક : પ્રતિક્રમણ આમાં જ્ઞાનાતિચાર, દર્શનાતિચાર અને ૧૨ વ્રતાતિચારોના પાઠ તેમજ સંલેખના, ઉપદેશો અને ધર્મફળ સંબંધી વર્ણન છે. ૧૮ પાપસ્થાનકો અને ક્ષમાપનાના પાઠ છે. (૫) આવશ્યક : કાયોત્સર્ગ અધ્યયન ચૂલિકા ઉદ્દેશક મૂલપાઠ પથસૂત્ર ગદ્યસૂત્ર (૬) આવશ્યક : પ્રત્યાખ્યાન આમાં સમુચ્ચય-પ્રત્યાખ્યાનના પાઠ છે અને આ સાથે આ આવશ્યક સૂત્રની ગતિ વર્ણવી છે. સમાપ્તિ થાય છે. આગમ - ૪૧ ચરણાનુયોગમય દશવૈકાલિક સૂત્ર – ૪૧ ( ર ૧૪ સરળ ગુજરાતી ભાવાર્થ ७०० ૫૧૪ ૩૧ (૪) અધ્યયન : ષડ્ જીવ-નિકાય આમાં છ જીવ - નિકાય (જીવસમૂહ)નો નામ નિર્દેશ, પ્રકારો અને લક્ષણ આપીને જીવવધ ન કરવાનો ઉપદેશ, પાંચ મહાવ્રતો અને રાત્રિભોજન- વિરમણ વ્રત, ચતના, શ્લોક પ્રમાણ (૧) અધ્યયન : દ્રુમપુષ્પિકા આમાં ધર્મનું સ્વરૂપ અને લક્ષણ તથા શ્રમણોની માધુકરી વૃત્તિનું વર્ણન છે. (૨) અધ્યયન : શ્રામણ્યપૂર્વક ૧૧ ગાથાના આ અધ્યયનમાં શ્રમણ, ત્યાગી, કામ-રાગ નિવારણ, મનોનિગ્રહના સાધનો, અગંધન કુળના સાપ, રથનેમિનું સંયમમાં સ્થિરીકરણ વગેરે વર્ણન છે. (૩) અધ્યયન : મુલકાચાર – કથા આમાં નિગ્રંથના અનાચારોનું નિરૂપણ કરીને નિગ્રંથનું સ્વરૂપ અને ઋતુચર્યા, સંયમ સાધનાનું ફળ વગેરે વર્ણન છે. (૫) અધ્યયન : પિંડેષણ (૧) ગવેષણા ઉદ્દેશક - આ ઉદ્દેશમાં ભોજન, પાણી વગેરેની ગવેષણા (શોધ), ગ્રહણૈષણા માં ભક્તપાન લેવાના વિધિનિષેધ, તથા ભોગૈષણામાં ભોજનની અપવાદવિધિઓ આપીને અંતે મુધા-દાયી અને મુધા- જીવીની દુર્લભતા અને એમની (૨) પિંડૈષણા ઉદ્દેશક – આ ઉદ્દેશમાં એઠું ન રાખવાનો આદેશ, અકાળ ભિક્ષાચારી શ્રમણને ઠપકો, આગળો- ભોગળ વગેરેને ઓળંગવાનો નિષેધ તથા રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો, મદ્યપાન-નિષેધ, ચોરીછુપીથી મદિરાપાનનો નિષેધ, ગુણાનુપ્રેક્ષીની સાધના અને આરાધનાનું નિરૂપણ, તપશ્ચર્યાના બળે માયા- જૂઠાણું વગેરેના નિષેધ અને તે તે કરવાથી હાનિ વગેરે વર્ણવીને સમાચારીને સમ્યક્ પાલનનો ઉપદેશ આપ્યો છે. (૬) અધ્યયન : મહાયાર-કથા - આ અધ્યયનમાં નિગ્રંથના આચારના ૧૮ સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે :- (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અચૌર્ય (અસ્તેય - ચોરી ન કરવી), (૪) બ્રહ્મચર્ય, (૫) અપરિગ્રહ, (૬) રાત્રિભોજનનો ત્યાગ, (૭-૧૨) પૃથ્વી – અપ્⟨જલ) - તેજ - વાયુ - વનસ્પતિ - ત્રસકાયિકોની યતના, (૧૩) અકલ્પ્ય (અકલ્પનીય વસ્તુ લેવાનો નિષેધ), (૧૪) ગૃહિ-ભોજન (ગૃહસ્થના પાત્ર), (૧૫) પર્યંક (આરાન, પલંગ વગેરે), (૧૬) નિષદ્યા, (૧૭) સ્નાન અને (૧૮) વિભૂષા (આભૂષણ) વર્ઝન વગેરેનું વર્ણન છે. અંતે આચારનિષ્ઠ શ્રમણની ગતિ વર્ણવીને ઉપસંહાર કરવામાં આવ્યો છે. (૭) અધ્યયન : વાક્યશુદ્ધિ (ભાષા-વિવેક) આમાં અવાચ્ય સત્ય, સત્યાસત્ય, મૃષા અને અનાચીર્ણ વ્યવહાર ભાષાના ચાર પ્રકારોના વિધિ- નિષેધ તેમજ ગાય, વૃક્ષ, ઓષધિ (અનાજ), શંખડી વગેરે વિષે સાવદ્ય પ્રવૃત્તિથી બોલવાનો નિષેધ, મેઘ, આકાશ, રાજા અને પવન માટે અભિલાષાત્મક ભાષા બોલવાનો નિષેધ, આમ ભાષાવિષયક વિધિ-નિષેધો આપીને અંતે પરીક્ષ્યભાષી વિચારીને બોલનાર)ને પ્રાપ્ત થતા ફળનું વર્ણન છે. श्री आगमगुणमंजूषा ५३ 高原廠
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy