SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ • ગાથા-૪૧ ઓ મારા પ્રભુ! આ શું? પેલો દર્દી આવ્યો ! વૈદ્યોએ કહ્યું આ તો ભયંકર જલોદર છે.. ભયંકર જલોદર અને દર્દી નોંધારો જાહેર કરાયો. દર્દીને પણ થયું કે હવે જીવન બચવાની પણ કોઈ આશા નથી. અને...છતાં ય તેને યાદ આવ્યું, લાવને, દુનિયાએ જાકારો આપ્યો છે તો મારા પ્રભુ પાસે પહોંચું અને પ્રભુ ! તારા ભક્ત તારા ચરણકમળને પખાળ્યા, તારા ચરણકમલની રજથી પવિત્ર થયેલ પખાલ એ જ એનું અમૃત હતું. એ અમૃતથી દેહને લીંપી નાંખ્યો, અને આહા ! તારા ભક્તના શ્રદ્ધાભાવે ચમત્કાર સર્યો. રોગ તો નાઠો પણ કામદેવ જેવી કમનીય કાયાનો માલિક બની ગયો તારો શ્રદ્ધાળુ ભક્ત. મારા પ્રભુ! દેહ તો રોગનું ઘર છે જ. એટલે રોગો તો આવશે અને જશે. પણ...મારા આ લોભ રોગનું ઔષધ તું કરજે. “આ મારું આ મારું' આવો લવારો આ લોભ કરાવે છે. પ્રભુ ! એ લવારો બંધ થાય ને મારો આતમ દેવ નિર્મળ બને તે જ અભિલાષા છે. • ગાથા-૪૨. ઓ પ્રભુ ! પેલા તારા ભક્ત મનુજોને કોઈ કારણથી મોટી મોટી લોખંડની બેડીઓથી જકડયાં છે. બેડી પણ એકાદ બે થોડી છે? પગથી માંડીને ગળા સુધી બેડીઓ બાંધેલી છે. એ બેડીઓએ તારા ભક્તની જંઘાઓ પણ ઘસી ઘસીને સોટી સમી કરી છે. છતાંય મસ્ત છે પેલો તારો ભક્ત ! કોઈને લાગે છે કે કોઈ અનેરો મંત્ર જપે છે, પણ હું જાણું છું તેનો મંત્ર એક જ છે. પ્રભુ! તારું નામ... આદિદેવઋષભદેવ-અરિહંતતીર્થકર એ જ તેનો સતત મંત્ર ચાલી રહ્યો છે, અને બેડીઓના એ બંધન તુરત જ સ્વયં પોતાની મેળે જ સરકી પડે છે. તારો ભક્ત કહે છે બેડીઓ બંધ છે પણ પ્રભુ ! હું તારા પ્રભાવે મુક્ત છું” ઓ મારા પ્રભુ! આવી લોખંડની બેડીઓમાંથી તો ભક્તોને બચાવ્યા છે. તારું સ્તોત્ર કરતાં બેડીઓ તો કાચા સૂતરની જેમ કટ કટ કપાઈ ગઈ છે; પણ મને તો તું સ્નેહના રેશમી બંધનોથી બચાવજે. આ દુનિયાદારીના સ્નેહે કેટલાંયને જકડી રાખ્યા છે. મુનિ બન્યા છતાંય...! ઓ મારા પ્રભુ ! તું મને આ સ્નેહના બંધનમાંથી છોડાવજે. હું તો મુક્ત એવા મુક્તિ ગગનનું પંખેરું છું. મને આ સ્નેહના પિંજરમાં કોઈ ન પૂરે તેની પ્રભુ! ભાળ રાખજે. • ગાથા-૪૩. ઓ મારા પ્રભુ! મને ખરેખર વિશ્વાસ છે કે મારું આ સ્તોત્ર કોઈ કવિની કીર્તિની કામનાથી બન્યું નથી; મારું આ સ્તોત્ર કોઈને રીઝવવાની રઢથી નથી રચાયું, મારું આ સ્તોત્ર તો મારા ભક્તિભર્યા હૃદયના સહજ ઉછળી પડેલા ઉદ્ગાર છે. ભલે પછી મેં ભોજરાજાની સભામાં બેડીઓ તૂટતી વખતે કેમ ન ઉચ્ચાર્યા હોય ! પણ એ ભક્તિસભર હૃદયની શાસન ઉત્કર્ષ માટેની સહજ પ્રાર્થના હતી; અને તેથી જ હું કહું છું કે જે કોઈ આ મારાથી સહજ રૂપે સર્જાઈ ગયેલ દેવાધિદેવના આદિદેવના...સ્તવનનો મર્મ સમજીને જાણશે...પાઠ કરશે...જાપ કરશે. તેનાથી પેલો ગાંડો ગજરાજ - ભયંકર મૃગરાજ ભડભડતો દાવાનલ ૭ સડસડાટ સરકતો સર્પ ખૂનખાર ખેલાતો જંગ...યુદ્ધ - વિફરેલો વારિધિ...દરિયો - માથાભારી મહોદર (જલોદર) કે લોખંડી જંજીરોના બંધનો. તેનાથી પેદા થયેલો કોઈ પણ ભય ટકી શકશે નહીં. હા ઉપરથી તે ભય જ બાપડો ભયભીત થતો લપાતો છૂપાતો નાશ પામશે. પ્રભુ! મારા આ ભયો તો ભલે દૂર ભાગતા પણ મારે તો દૂર કરવા છે પેલા (૧) રાગ-માન...હાથીને (૨) પ..સિંહને (૩) માયા...સાપણને (૪) કલેશના....વંદ્વ યુદ્ધને (૫) જન્મ-મરણના જંગમાં ફતેહ મેળવી વિજય પામવો છે કર્મ પર (૬) શોક સાગરનો પાર પામવો છે, (૭) નિવારવો છે લોભરૂપી રાગને. (૮) તોડવી છે જંજીરો સ્નેહના બંધનની. બસ પ્રભુ ! આટલું દૂર કર એટલે હું પણ બધી રીતે તારા જેવો જ બનું...! • ગાથા-૪૪ ઓ મારા પ્રભુ ! મેં તો કાઢયા ભક્તિના ઉદ્દગારો પણ રચાઈ ગઈ છે સ્તોત્રમાળા. માળા બનાવવા ગુણ એટલે દોરો જોઈએ. પણ મેં તો તારા ગુણોનો જ દોરો બનાવ્યો છે. આ દોરા પર સુંદર રંગબેરંગી ફૂલો જોઈએ... ઉગારોમાં જ શબ્દો સરી પડયા તે જ મારા ફૂલો.. પેલાં ફૂલો (ભકત્યા) એટલે જુદા જુદા અંતરે રાખવાથી માળા રચાય ત્યારે મારે તો તારી ભક્તિ એ જ ગોઠવણ પણ....મને ખાત્રી છે કે જે મનુષ્ય આ ભક્તામર સ્તોત્ર રૂપ માળાને રોજ ગણવા રૂપે કંઠમાં ધારણ કરશે તે માનવી માત્ર માનવી નહીં રહે, પણ તે માનવી; ઉન્નત બનેલો માનતુંગ રહેશે. અર્થાતુ કોઈ પણ માન નહીં પહોંચી શકે તેવી સિદ્ધશિલાથી પણ ઉપર પહોંચી જશે. અને નિશ્ચય અનંત સુખની લક્ષ્મી અનંત કાળ સુધી તેને સામેથી આવીને મળશે. જે આત્મા આ માળાને કંઠમાં ધરશે તે અનુક્રમે પરમાત્મા બનશે. બસ પ્રભુ ! હું પણ ક્યારે પરમાત્મા બનીશ... તે જ તું કહે.... (૩૨૦ શ્રી સ્તોત્ર સંવેદન દર્શન ૩૨૦ શ્રી સ્તોત્ર સંવેદન દર્શન ) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy