________________
આ ત્રણેય છત્રોનીય કમાલ છે. તે પોતે ચાંદીના હોવાથી ચંદ્રની જેવી ક્રાંતિવાળા છતાંય પેલા સૂરજના પ્રખર તડકાને રોકીને ઊભા રહ્યા છે.
(ભગવાનના મસ્તક પર શીળી છાયા ફેલાવી રહ્યાં છે.)
આમેય આ ત્રણ છત્રો લાગે છે તો કામણગારા ! વળી તેની કારણીમાં લાગેલાં મોતીઓનાં ઝુમખાંની જાળથી છત્રોની શોભામાં કિંઈક ઓર જ વધારો થયો છે.
પણ મારા પ્રભુ !
હું જાણું છું કે આ છત્રો કંઈ ચૂપચાપ નથી ઊભા. તે તો બધાંયને ઘોષણા કરીને કહે છે.
"જુઓ ! અમને ત્રણ છત્રને નહીં, પણ, અમે જેના મસ્તક પર લટકીને ધન્ય બન્યા છીએ તે ત્રણેય જગતના પરમેશ્વરને ઓળખો."
કેવાં સુંદર મારા પ્રભુ! ત્રણ જગતના પરમેશ્વર છે તે કહેવાનું કામ આ ત્રણ છત્રનું.
૦ ગાથા-૩૨ ઓ મારા પ્રભુ! ઓ જિનોના ઈન્દ્ર! દેશના સમયની આપની પ્રાતિહાર્ય શોભા તો રૂડી છે, પણ... પ્રભુ ! તું જ્યાં જ્યાં ડગ ભરે ત્યાંની શું વાત ? ત્યાં તો આ દેવલોકમાંથી ઉતરી આવેલા દેવો અદના, સેવક થઈ સોનાના કમળોની રચના કરે.
ઓ પ્રભુ! તારા ચરણો આ ધરતી પર મંડાતા હોય ત્યારે દેવો કહે “નાથ ! અમારા હૃદય કમળમાં બિરાજોને ! પણ.. ભગવાન ધરતી પર ડગ ભરવા માંડે એટલે દેવોને થાય કે નીકળતું હોય તો હૃદય કમળ બહાર કાઢીને મૂકીએ અને તેવો ભાવ બતાવવા સોનાના કમળની રચના થાય.
આ સોનાના કમળો પર આપના ચરણ સ્થપાય તેની શોભા કેવી ! આ ચરણોમાં રહેલ દશ દશ નખો જાણે દશેય દિશામાં કિરણોનેશિખાઓને ફેલાવતા હોય તેથી કેવા મનોહર લાગે ! અને તે કિરણોની પ્રભા પણ જેવી તેવી નહીં સોનાના નવ નવ કમળો ભેગાં કર્યા હોય અને તેમાંથી નીકળતી કાંતિ હોય તેવી તે કિરણોની પ્રભા.
પ્રભુ ! આવું વિચારું ત્યારે મને ન થાય કે મારા હૃદય પર સદાય તારા પગલાં અંકિત રહે !
૦ ગાથા-૩૩. ઓ જિનનાયક ! પોતપોતાના ધર્મનો ઉપદેશ તો ઘણાંય ધર્મનાયકો આપે છે પણ... તારી ધર્મોપદેશની રીત-ભાત અને તે વખતની મહાન શોભા ! તો ખરેખર મેં કોઈ દેવની જોઈ નથી.
ખરેખર મારા નાથ !
પેલા શુક્ર અને ગુરુ અને બધા ગ્રહો ભેગા થઈને ગમે તેટલા ઝબકારા મારે, પણ એ બધા ભેગા થઈને ય રાત્રિના અંધકારમાં એક બારી જેટલું ય બાકોરૂં ન પાડી શકે.
ત્યારે પેલી સૂરજની પ્રભા માત્ર અંધકારને એક સાથે ઓગાળી નાંખે.
હે દેવ ! પેલા બધા પોતાને મનથી મોટા માની બેઠેલા અને મદમાં છકી ગયેલા દેવો ટમટમતા અને ધીમું ધીમું ઝળહળતા ગ્રહો છે.
તું ગ્રહરાજા સૂર્ય છે.
તારી ધર્મોપદેશકતાની સરખામણી બીજા શી રીતે કરે ? • ઓ મારા પ્રભુ ! આ ધર્મોપદેશકતાનો મને નિરંતર લાભ મળે તેવું તું ન કરે !
૦ ગાથા-૩૪ ઓ મારા દેવાધિદેવ ! ઓ મારા નાથ ! અત્યાર સુધી તો મેં તારી જ સ્તુતિ ગાયા કરી. તારા ગુણોમાં જ મસ્તી માણતો રહ્યો.. પણ તારા શરણે આવેલાનું સામર્થ્ય પણ અજબ-ગજબનું છે. કોઈ ગાઢ જંગલ હોય... પેલી ઝાડીમાંથી નીકળીને ઉદ્ધત ગજરાજ પણ સામે આવતો હોય, એય પાછો ડાહ્યો હાથી નહીં, એવો ગજરાજ કે મદઝરતો અને તેથી તેના ગંડસ્થળો ખરડાયેલાં હોય..ચંચળ બની ગયા હોય અને તેથી પાગલ બન્યો હોય.
પાગલ એવા ગજરાજને પણ બળતામાં ઘી હોમવાની માફક છું...છું છું... કરતા મદના લાલચુ ભમરાઓએ ચારે બાજા ભમી-ભમીને વધારે ગુસ્સે ચઢાવી દીધો હોય. આવો પણ ગજરાજજોતાં તો જાણે સાક્ષાત ઈદ્રના હાથી ઐરાવત જેવો લાગે છે, છતાંય તે વખતે પણ જે તારા શરણમાં આવીને બેસી રહ્યા હોય તે. | ઓ મારા પ્રભુ! આવા હાથીથી પણ ન ગભરાય. પણ પેલો હાથી તારા આશ્રિતને તારા ભક્તને જોઈને ભડકી ઊઠે ભય પામે.
પ્રભુ! આવો હાથી તો મારા સામે આવે ત્યારે બચાવવાની વાત પણ..મન રૂપી હાથી મારાથી ડર પામે એવું તું મારા ભગવાન કરે ત્યારે હું જાણું કે તે મને ખરેખર તારી ગોદમાં લીધો છે.... !! મારા દેવ ! કરીશ ને આવું...
૦ ગાથા-૩૫ ઓ મારા પ્રભુ !
જોયાં મેં હાથી કરતાં ય ભયાનક સિંહ બધા પ્રાણીઓનો રાજા સિંહ. એ સિંહ હમણાં જ હાથીના ગંડસ્થળને ભેદીને આવ્યો છે. તેના ગંડસ્થળમાંથી પાર વિનાનું લોહી તે સિંહે કાઢયું છે, તે લોહીથી ખરડાયેલા મોતીઓ પણ જમીન પર અહીં તહીં પથરાઈ ગયા છે અને ભૂમિ શોભી ઊઠી છે; થોકબંધ વેરાયેલા મોતીઓથી.
આવો પણ સિંહ કોઈ સામે આવ્યો નથી કે ફાળ ભરીને ઊભો થયો છે. તારો ભક્ત, બસ, સિંહની છલાંગ ભરાય ત્યાં જ ઊભો છે. પણ એ સિંહને ખબર નથી કે તે તારો ભક્ત તારા બે ચરણોના શરણમાં છે, એ ચરણો જ તે સિંહ માટે પર્વત બની જાય છે,
અને છલાંગ મારીને સિંહ તારા ભક્તની આગળ વિલખો બનીને ઊભો રહી જાય છે. આક્રમણ કરવાના એના ઓરતા એમ જ ઓગળી જાય છે.
પ્રભુ! આવા સિંહના પંજામાંથી આ ભવમાં તો બચવાની વાત આવે ત્યારે આવે.
પણ આ “રાગે અને રોષે મારી સામે છલાંગ મારીને મારો નાશ કર્યો છે.
ઓ મારા દેવ ! તારા ચરણમાં લઈને મારું રક્ષણ કર. રક્ષ રક્ષ જિનેશ્વર !
• ગાથા-૩૬ ઓ મારા પ્રભુ! પેલી આગ-પેલો દાવાનલ આજે ભડ ભડ સળગી રહ્યો છે.
૩૧૮ શ્રી સ્તોત્ર સંવેદન દર્શન Jain Education International 2010_04
(૧૮ શ્રી સ્તોત્ર સંવેદન દર્શન
%)
For Private & Personal Use Only
www.jainelibrary.org