________________
(૧૦) ગુરુને રૂપાનાણું એટલે પાવલી-અડધો રૂપૈયો અગર જે કંઈ પોતાની ઈચ્છા હોય તે મુજબ પોતાની શક્તિ અનુસાર આપીને (અર્થાત્ ગુરુપૂજન કરીને) (૧૧) હાથમાં કેરબાની જપમાલા લઈને (૧૨) પ્રતિદિન ૧૦૮ જાપ કરી (૧૩) ૧૦૦૦૦ એક લાખ જાપ કરી (૧૪) ફરી એટલાં જ સોન ચંપાના ફુલથી જાપ જપીને ઉઠતી વખતે બધાં ફૂલોનો અગ્નિમાં હોમ કરવો. (૧૫) આ રીતે જપતાં જપતાં છ મહિનામાં જાપ સંપૂર્ણ ક૨વો (૧૬) જ્યાં સુધી આ મંત્રનો જાપ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ત્રીસંગ ન કરવો. બ્રહ્મચર્ય પાળવું (૧૭) થોડું ભોજન (૧૮) અલ્પ નિદ્રા-અલ્પ ક્રોધ કરવો (અર્થાત્ ક્રોધ અલ્પ કરી દેવો) (૧૯) આ વિધિથી મંત્રની સાધના કરવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થઈને સાક્ષાત્ દર્શન દઈને વરદાન આપે છે (૨૦) આગમ શાસ્ત્રમાં પણ લક્ષ્મીનો મંત્ર આ પ્રમાણે જ કહ્યો છે.
‘આવી પ્રણવઃ તતઃ શ્રી ચ, દ્વી વતી વામાક્ષર તતઃ । महालक्ष्म्यै नम मंत्रो लक्ष्म्या વૈશાક્ષરઃ ॥
આ કલ્પ અમને અનુભૂત છે... પણ સોન પુષ્પોને અગ્નિમાં હોમ ન કરતાં ફરીવાર એટલો જાપ કરી લેવો...
ગુરુવાર અને મૃગશીર્ષ નક્ષત્ર આ વિધાન અને મંત્રના જાપ માટે ઉત્તમ ગણવામાં આવ્યું હોવા છતાંય પંચાંગોમાં આ યોગને મૃત્યુ યોગ તરીકે ગણવામાં આવે છે, છતાં પણ આ આરાધના માટે આ જ યોગને ઉત્તમ ગજવો જોઈએ..
આ જ રીતે લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રી ભક્તામર સ્તોત્રની ૪૪ મી ગાથાનો પણ એક સુંદર કલ્પ છે. તેમાં પણ આના જેવો જ આરાધન વિધિ છે. તે કલ્પ યંત્ર-આરાધના વિધિ વિભાગમાંથી જોઈ લેવો. આમ આરાધનાની પછી ઘણી રીતો છે... આમાંથી કોઈપણ રીતે ભક્તામરની આરાધના કરી શકાય છે.
♦ સમૂહ-પાઠનું મહત્વ
આજે ભક્તામરનો પાઠ સમૂહમાં કરવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત થયો છે. પૂજ્ય ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા. દરરોજ આવો સમૂહ પાઠ કરાવતા હતા. આવા સમૂહપાઠથી આખા ય ગામ પરની તકલીફો દૂર થયાના પ્રત્યક્ષ અનુભવો થયા છે. "કલૌ સંઘે શક્તિ"એ વાક્ય કદાચ આવી સમૂહ આરાધના માટે પણ સાચું પડતું દેખાય છે. જરૂર આવા સમૂહ પાઠના આયોજનો કરવાં જ જોઈએ... શ્રી ભક્તામરના અમુક અનુષ્ઠાનો બાદ મોટી શાંતિ બોલવાનું પણ કલ્પોમાં છે. તેથી હમણાં અમે સમૂહ ભક્તામર બાદ બૃહદ્ શાંતિનો પાઠ પણ અચૂક કરીએ છીએ. શ્રી ભક્તામરનો આ આરાધના-પાઠ જ્યારે સંગીત સાથે જામે છે ત્યારે કોઈ અનેરો આનંદ આવે છે.
શ્રી ભક્તામર સ્તોત્રની મહિમા-ધાઓમાં જણાવવામાં આવ્યું છે કે પૂ.આ. હેમચંદ્રાચાર્ય મહારાજના સમયમાં કપર્દિ નામનો એક શ્રાવક ભક્તામર-સ્તવનો વર્ણ-માત્રાથી શુદ્ધ અને એકાગ્ર થઈને વીત્રાના નાદની સાથે પાઠ કરતો હતો !
વળી કેટલાંક લોકો ભક્તામર સ્તોત્ર ક્યારે ગણવું ? તે માટે ખૂબ જ વિમાસણ અનુભવતાં જોવામાં આવ્યા છે. પણ, પૂ. ગુણાકરસૂરિ પોતાની મહિમા કથાઓમાં સાતમી કથામાં સ્પષ્ટ જણાવે છે કે પૂ. હેમચંદ્રાચાર્ય મ.ના પાટણ નિવાસી શ્રાવક વણિકની પુત્રી ડાહી રોજ પવિત્ર થઈ ત્રિકાળ ત્રણેય સંધ્યામાં ભક્તામરનો પાઠ કરતી હતી. આમ, શ્રી ભક્તામર સ્તોત્ર ત્રિકાળ ગણી શકાય છે... અને જે નિયમિત ત્રિકાળ ગણતાં હોય તેને સવાર-બપોર-સાંજ ક્યારે ય ગણવામાં વાંધો નથી. પણ સવારનો સમય આ સ્તવ માટે પણ ઉત્તમ જ છે તે ધ્યાનમાં રહે. એટલે જેને માત્ર દિવસમાં એક જ વાર ગણવાની અનુકૂળતા હોય તેણે સવારમાં જ આ સ્તોત્ર ગણવાનો આગ્રહ રાખવો જોઈએ... અનુભવી આચાર્યો પ્રાતઃકાળ ૪ થી ૬ (સૂર્યોદય) સુધીનો સમય ઉત્તમોત્તમ ગણે છે અને તે પછી ૬ થી ૯ સુધીનો બીજા સ્થાને ઉત્તમ લેખે છે.
♦ પાઠ માટે ઉચ્ચારણની શુદ્ધિ
આજના ભૌતિક વિજ્ઞાને એક મહાન સિદ્ધાંત શોધ્યો છે : શક્તિ પરિવર્તનનો સિદ્ધાંત વિજ્ઞાનના મતે એક શક્તિનું બીજી રક્તિમાં રૂપાંતર થાય જ છે. ઊંચા પહાડ પર વરસાદનું પાણી ભેગું કરવામાં આવે છે. ત્યાં તે પાણીમાં *સ્થિતિ" શક્તિ માનવામાં આવે છે. આ પાણીનો ધોધ વહેડાવવામાં આવે છે ત્યારે તે સ્થિતિ શક્તિનું 'ગતિ" શક્તિમાં
૧૬
આરાધના-દર્શન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
૩૦૯
www.jainelibrary.org