________________
ભક્તામરની ગાથા આધારિત વિશેષ આરાધનામાં દારિત્ર્યનાશક વીંટીનો કલ્પ પણ ઉલ્લેખનીય છે :–
તાર, તામ્ર, સુવર્ણ ૨ ફંતુ બર્ડ વોશની । पुष्यार्के घटिता मुद्रा द्दढ़ दारिद्रनाशिनी ॥ १ ॥
એક રતી સોનું, બાર રતી ચાંદી, સોળ રતી ત્રાંબુ—એ સર્વને ભેગાં કરવાથી ૨૯ ઓગણત્રીસ રતી થાય. તેની વીંટી રવિવારે પુષ્ય નક્ષત્રનો યોગ આવે છે તે પુષ્ય નક્ષત્રનો કાળ વીતી ગયા પહેલાં ઘડાવી પંચામૃતે પખાળી, ધૂપ કરી, પહેલી તર્જની આંગળીમાં પ્રથમ કાવ્ય (ભક્તામરની પ્રથમ ગાથા) ૧૦૮ વખત ગણી જમણા હાથે પહેરીએ તો ગમે તેવા દરિદ્રીના દારિત્ર્યનો નાશ કરે, લક્ષ્મીનો લાભ કરે અને તે વીંટીને ભોજન કરતી વખતે ડાબા હાથમાં ઘાલવી (પહેરવી). જમી રહ્યા પછી પાછી જમણા હાથમાં પહેરવી.
૧.
(સારાભાઈ શિલાલ નવાબ સંપાદિત "મહાપ્રભાવિક નવસ્મણ” પૃ. ૪૧૨) આ રવિ-પુષ્યમાં તૈયાર થયેલી વીંટીને દૃઢ દારિદ્રય નાશિની કહેવામાં આવી છે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. વળી રોજ ૧૦૮ વાર પ્રથમ ગાથા ગણવી તેમજ સંબંધિત મંત્ર "ૐ હ્રીં હ્રીં શ્રીં ક્લીં બ્લૂ ડ્રીં નમઃ”નો પણ બતાવ્યા પ્રમાણે એક લાખ જાપ પૂર્ણ કરવો જોઈએ.
બુદ્ધિ પ્રાપ્તિ કલ્પ
બીજું પણ એક સુંદર અનુષ્ઠાન બુદ્ધિપ્રાપ્તિ તથા વિદ્યાવૃદ્ધિ માટે છે.
૧.
જેના કલ્પમાં જણાવાયું છે કે આ ૧૪ મી ગાથાના કાવ્યનું, ઋદ્ધિનું અને મંત્રનું સ્મરણ કરવાથી...
યંત્રને મસ્તકે-ભુજાએ અથવા હૃદયે ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે. વળી,
૨.
વ
b
C
વીંટીનો કલ્પ
૨.
૩.
પવિત્ર થઈને સફેદ વસ્ત્ર પહેરીને, સફેદ જાપ માળાથી, ત્રણે કાળ ૧૦૮ વાર (કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનો) જાપ કરી;
દીપ, ધૂપ, ઘી, ગુગ્ગલ, કસ્તૂર, કેસર, કપૂર, સુખડ, પુષ્પાંજલિ, અગર, શિલારસ, વિગેરેની ઘી-મિશ્રિત ગુટિકા ૧૦૮ કરી હંમેશા હોમ કરવાથી;
અને ત્રણ કાળ સરસ્વતી દેવીની મૂર્તિની સુગંધી દ્રવ્યથી પૂજા ક૨વાથી મહામૂર્ખ પણ વિદ્વાન્ થાય છે; સંપૂર્ણ વિદ્યા, ગુણ તથા લક્ષ્મીની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કલ્પનું અનુસંધાન કરતાં એમ લાગે છે કે હંમેશા હોમ કરવો એનો મતલબ સવા લાખ જાપ પૂર્ણ થાય ત્યાં સુધી (૧૦૮) એક સો આઠ ગુટિકાના હોમની વિધિ સમજવો. ત્યાર બાદ યંત્રને ધારણ કરીને, ૨૭ થી ૧૦૮ વાર સુધી જાપ કરવાથી જરૂર લાભ થાય. આ સાથે બતાવેલ તંત્ર પણ બુદ્ધિની વૃદ્ધિ માટે ઔષધ રૂપ છે. તેનો પણ પ્રયોગ ફાયદાકારક થાય છે. પુષ્યાર્ક અર્થાત્ "રવિ-પુષ્ય” યોગ થાય ત્યારે વિદ્યા; બ્રાહ્મી, શતાવરી, શંખાવલી, અઘાડો, જાવંત્રી, કેરસી, મલલાકડી, ચિત્રક, અકલગરો અને સાકર સર્વે સમભાગે લઈ સવારમાં ૧૪ વાસા આદુના રસની આદુના રસના બદલે સૂંઠનો ઉપયોગ પણ કરી શકાય છે. સાથે (૨૧) એકવીસ દિવસ ખાવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે.
• હરિભદ્રસૂરિ કલ્પ
આ કલ્પની સાથે આચાર્ય હરિભદ્રસૂરિષ્કૃત યંત્રોની આરાધનાનો બીજો વિધિ પણ લખ્યો છે. (અહીં આ ગ્રંથમાં હરિભદ્રસૂરિષ્કૃત યંત્રો પરિશિષ્ટ રૂપે એક સાથે આપવામાં આવ્યા છે).
આ. હરિભદ્રસૂરિના આ ૧૪ મી ગાથાના યંત્ર-ને
૧.
શુભદ્રવ્યથી
શુભ યોગે ભોજપત્ર પર લખી
રૂપાના માદળિયામાં નાખીને
XXXXXXX
Jain Education International 2010_64
For Private & Personal Use Only
આરાધના-દર્શન
૩૦૭
www.jainelibrary.org