SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, પ્રત્યેક અક્ષરોનું ધ્યાન પણ ભક્તામર બોલતાં પહેલાં કરી શકાય અને પછી ધ્યાન સ્થિર થાય ત્યારે, અર્થાત્ સારો અભ્યાસ થાય ત્યારે મધ્યમ ગતિથી પણ પાઠ કરતાં પણ આ બધાં વર્ણ દેવતાની શક્તિનું સ્વાભાવિક ધ્યાન થઈ શકે. એક બીજી રીતે પણ ધ્યાન કરી શકાય છે. ભક્તામરના પ્રત્યેક અક્ષરોને પોતાના મસ્તક પર ધારણ કર્યા હોય તેવા ચિંતવવા અને તે અક્ષરોમાંથી જાણે અમૃતની ધાર વહી રહી છે, તેવું ધ્યાન દ્રઢ કરવું. આ ધ્યાન પ્રમાણમાં જલ્દી જામી શકે એવું છે અને અગત્યનું પણ છે, કારણ કે મહાન શકિતના સ્વામી-મહાન દેવતાઓ અક્ષરો અને વિશ્વનું બધું જ રહસ્ય સાધકને પ્રગટ કરી આપવાની તાકાતવાળા છે માટે આ પદસ્થ ધ્યાન માટે જરૂર ઉદ્યમ કરવો. ચાર પ્રાતિહાર્યો થી યુક્ત રૂપી ધ્યાન અને આખરે પદથી ન સમજાવી શકાય તેવું. અને રૂપથી ન કલ્પી શકાય તેવું કોઈ રૂપાતીત ધ્યેય છે તેમાં મન પરોવવું અનસર અને અરૂપ-સ્વરૂપ, રૂપાતીત આત્મ-સ્વરૂપે પ્રગટ થાય તે જ રૂપાતીત ધ્યાનનું ફલ છે. આનાથી પણ બીજી અનેક રીતો ધ્યાનની આરાધકોને ક્રમેક્રમે પ્રત્યક્ષ થતી જ જશે. ભક્તામરથી ધ્યાનનો આનંદ મેળવનારે ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે ભક્તામર સ્તોત્રના પ્રત્યેક શબ્દના અર્થો પ્રત્યેક પદના અર્થો અને પ્રત્યેક શ્લોકોના અર્થ આત્મસાત કરી લેવા જોઈએ. જ્યાં સુધી અર્થો આત્મસાત થતા નથી ત્યાં સુધી આંતર ચૈતન્ય પ્રગટવું ખૂબજ મુશ્કેલ પડે છે. ધ્યાન એક આનંદની અનુભૂતિ છે એટલે નિરસતાથી કે વિવશતાથી પાઠ થાય તો વિશેષ કશો ફાયદો થતો નથી કેટલાક લોકોને સંસ્કૃત ન સમજાતું હોવાથી અને પાઠમાં રસમયતા ટકે માટે ગુજરાતી-હિન્દી વિગેરે પોત-પોતાની ભાષામાં ભાષાંતર થયેલા ભક્તામરનો પાઠ કરે છે. જેનો અર્થ સમજાય તેમાં રસ પડે એ સ્વાભાવિક છે એટલે એવા પોત-પોતાની ભાષામાં સ્તોત્રો બોલતાં રસ તો આવવાનો જ, પણ મહાપુરૂષોએ જાગૃત કરેલ મંત્ર સંકલ્પ તો તે જ સંસ્કૃત ભાષાનું સ્તોત્ર બોલાય તો જ આવે, રસ પેદા કરવા માટે આપણે આપણી રીતનો ઉપયોગ ન કરતાં, જે રીતે રસ અને પ્રભાવ પેદા કરવા યોગ્ય છે તે જ રીતે કરવો. મૂળ ભાષામાં આ સ્તોત્ર બોલતાં રચનાકારના મહાન સંકલ્પનો લાભ તો મળે જ છે, પણ તે રચના થયા બાદ જે જે પુરૂષોએ તેનો પાઠ કર્યો હોય, સાધના કરી હોય, આરાધના કરી હોય તે બધાય મહાન આત્માઓના પવિત્ર મન-વચનના પરમાણુઓના આંદોલનો અને પવિત્રતાનો પણ લાભ મળે છે. આપણા શાસ્ત્રકારો તો ભાષા વર્ગણાના પુદગલોને લોકવ્યાપી અને ચિર કાળ સુધી પણ ટકી રહેવાના સામર્થ્યવાળા માને છે. આવા મહાન વાતાવરણનો લાભ જતો ન જ કરવો જોઈએ. જે પણ આરાધક ભક્તામરના પ્રત્યેક પદોની પવિત્રતાનો ખ્યાલ કરીને પાઠ કરશે તેને આ વાતો કહ્યા વિના પણ સમજાઈ જશે. ... આરાધના માટેની અદ્ભુત સાધના, સ્તોત્ર જાપ, અને ધ્યાન આ ત્રણેયનું મહાન આલંબન ભક્તામર સ્તોત્ર છે. એ નિર્વિવાદ વાત છે. ૦ ભક્તામર સ્તોત્રના અટ્ટમ તપ જૈન શાસનની મહાનતા છે. જૈન શાસન તપ માટે વિષમકાળમાં પણ પંકાયેલું છે. શાસ્ત્રમાં જણાવાયું છે કે દુરાધ્યમાં દુરાધ્ય ચીજ પણ તપ વડે સિદ્ધ થાય છે. આપણે ત્યાં દરેક સૂત્રને પ્રાપ્ત કરવામાં તપની અનિવાર્યતા ગણવામાં આવે છે. નવકાર મંત્રાદિ સૂત્રો માટે પણ ઉપધાનતપનું આયોજન છે. મુનિ ભગવંતો પણ આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, આદિ ઘણાં ઘણાં સૂત્રો માટે યોગોહન રૂપ તપ કરતાં જ હોય છે. પ્રાયઃ કોઈ પણ મંત્રસિદ્ધિ, આરાધનાસિદ્ધિ અને જાપસિદ્ધિ માટે તપ અનિવાર્ય ગણાયો છે. અહિંસા, સંયમનો સમાવેશ સમ્યફ તપમાં આવી જ જતો હોય છે, એટલે અહિંસા અને સંયમ પછી જ તપનું સ્થાન ગણવામાં આવ્યું છે. એક રીતિએ વિચારીએ તો અહિંસા એ યમ છે. સંયમ એ નિયમ છે અને તપ આસન; પ્રત્યાહાર; ધારણા અને ધ્યાન સ્વરૂપ છે. આમ અહિંસા-સંયમ-તપ એ અષ્ટાંગ યોગ છે. નવી પરિભાષાઓ પ્રમાણે વિચારીએ તો અહિંસા એ બહારનો Cable લેબલ છે. સંયમ એ અંદરનો તાર છે, wire છે, પણ તપ એ તો અંદર વહેતો Power પાવર છે. વિદ્યુત પ્રવાહ છે. આવા પાવર વિના કશું પ્રકાશિત થઈ ન શકે માટે ભક્તામરની સાધના માટે તેનો તપ કરવો ઉચિત જ લાગે છે. ભક્તામરના અઠ્ઠમ તપનું આરાધન પૂ. ગુરુદેવની નિશ્રામાં પણ અનેક વખત થઈ ગયું છે. આરાધના કરનારાઓને પરમ આનંદ થયો છે. અહીં પણ આરાધક મહાનુભાવો માટે અદ્રેમની સંકલિત વિધિ આપવામાં આવે છે. Yઆરાધના-દર્શન આરાધના-દર્શન ૨૯૭ ૨૯૭) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy