SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ નામાકૃતિ દ્રવ્ય ભાવૈ : પુરત ત્રિજગતજનનું - ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિનું, અર્ણતઃ સમુપાસ્મો” આરાધના ચારેય નિક્ષેપથી થવી જોઈએ. ચાર નિક્ષેપમયી થવી જોઈએ. એ વાત આવા ગ્રંથોના દોહનથી સમજાય છે. આમ ભક્તામર સંપૂર્ણ સ્તોત્રની આરાધના કરનારે સવા લાખની સંખ્યાનું લક્ષ્ય રાખીને આગળ દર્શાવ્યા પ્રમાણે આરાધના કરવા ખ્યાલ રાખવો. પરંતુ જેઓ સવા લાખ ભક્તામર ગણીને તેને સિદ્ધ કરવું એવા લક્ષ્યવાળા નથી તેઓએ પણ ભક્તામરની પોતાની નિયત સંખ્યાના જાપ વખતે ભક્તામરની આરાધના અંગે કયા જાપને સ્થાન આપવું, કેવું ધ્યાન ભક્તામર આરાધનાના ધ્યાન તરીકે ગણવું : આ બે પણ નક્કી કરવાં જોઈએ. ૦ જપ-ધ્યાન અને સ્તોત્ર આરાધના અંગે શાસ્ત્રમાં કહેવાયું છે કે : “જપ પ્રાન્તો વિશે ધ્યાનમું ધ્યાન ગ્રાન્તો વિશે જપમ્ ઢય શ્રાન્ત: પઠેદ્ સ્તોત્રમ્ ઈત્યે ગુરુભિઃ મૃતમ્'' ભક્તામરની આરાધના માટે પણ જપ-ધ્યાન અને છેવટે આ સ્તોત્રનો પાઠ એ ત્રણેય સાધનાનો ખ્યાલ રાખવો જોઈએ. આ સાધનો માટે બે વિકલ્પ વિચારી શકાય છે. એક આ જ સમગ્ર સ્તોત્રનો જાપ. આ જ સ્તોત્રના ભાવાર્થથી નિષ્પન્ન ધ્યાન અને છેવટે આ જ સ્તોત્રનું પઠન, બીજા વિકલ્પરૂપે ભક્તામરની કોઈ એક ગાથા અને તે ગાથાનો કલ્પ પ્રમાણે જાપ તેમજ ધ્યાન. આરાધ્ય શ્રી આદિનાથ ભગવાન-વીતરાગ ભગવાનને કેન્દ્રમાં ગણીએ તો જપ એ પરમાત્માના નામ-નિપાની આરાધના છે. ધ્યાન એ સ્થાપના-નિક્ષેપાની આરાધના છે. ભક્તામરના આરાધ્ય જાપ માટે બે જાપો વિશેષ અનુકૂળ રહેશે – હ્રીં નમો અરિહંતાણં, સિદ્ધાણં, સૂરીશું, ઉવજઝાયાણં સાહૂણં મમ દ્ધિ વૃદ્ધિ સમીહિત કુરુ કુરુ સ્વાહા” આથી આ જાપને ભક્તામરનો જાપ સામાન્ય આરાધના માટે માની શકાશે. આ જાપની સિદ્ધિ માટે તેનો ૩૨૦૦ જાપ ગણવામાં આવ્યો છે. વિશેષ પ્રયોજનમાં વિશેષ સાધનામાં આ જાપ આટલો ગણવો. બાકી નિત્ય સ્મૃતિમાં આ જાપ ૩૨ વાર ગણવો. તેની સાધનાવિધિમાં સવારનો સમય પંચરંગી ધોતીનું પરિધાન, મુંગા (પરવાળા)ની માળા અને માળા વખતે ખાસ અગરનો ધૂપ કરવાનું વિધાન છે. સાધકે તે પણ ખ્યાલ રાખવો. આ મંત્રને સર્વસિદ્ધકર મંત્ર ગણવામાં આવ્યો છે. પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સાહેબે સર્વ પ્રથમ વાર ભક્તામર પૂજનનું સંકલન કરેલ તેમાં પણ આ જ મંત્રનો જાપ દરેક પૂજામાં ૧૨ વખત કરવામાં આવે છે. ગુણાકર વૃત્તિમાં આ પૂરક મંત્ર હોય તેમ લાગે છે. આ સિવાય પણ વિશેષ જાપ કરવો હોય તો ગુરુ મુખથી આદીશ્વર પ્રભુના પ્રાચીન મંત્રો મેળવી લેવા જોઈએ. શ્રી ઋષભવિદ્યાના મંત્રને પણ સ્થાન આપી શકાય : ૦ અષભવિધા મંત્ર - ૐ નમો જિણાણે, ૐ નમો ઓહિ જિણાણે, ૐ નમો પરમોહિ જિણાણું, ૐ નમો સવ્વોહિ જિણાણે, ૐ નમો અસંતોહિ જિણાણે, ૐ નમો કેવલિ જિણાણું, ૐ નમો ભગવઓ અરહઓ ઉસભ સામિસ સિજઝઉ મે ભગવાઈ મહઈ મહાવિ ભગવઓ ઉસભ સામિસ્ત આઈતિત્પગરસ્ત જસ્મય જલ તું ગચ્છઈ ચક્ક. “સબૂત્ય અપરાજિએ આયારિણી ઓહાવિણી મોહણી થંભણી જંભણી હિલી હિલી કિસિ કિલિ ચોરાણે ભંડાણ ભોઈયાણ અહિણે દાઢિણું નહીર્ણ સિંગીણ વેરીગં જકખાણ પિસાયાણં મુહ બંધણું કરેમિ ઠઃ ઠઃ સ્વાહા”. ભક્તામરનો બીજો જાપ પણ અગત્યનો જાપ છે : આરાધનાદર્શન ૨૯) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy