________________
પૂ. ગુરૂદેવની ભક્તામર સ્તોત્રની આરાધના દ્વારા સમસ્ત શ્રી જૈન સંઘમાં ભક્તામરની આરાધનામાં અપૂર્વ વેગ પ્રગટ થયો છે. અનેક ભક્તામર મંડળો અસ્તિત્વમાં આવ્યા છે. અનેક જિનાલયમાં રોજ પ્રાતઃ કાલમાં નિયમ પૂર્વક ભક્તામરનો પાઠ થાય છે. આ બધી આરાધનાઓની પાછળ દરેક વ્યક્તિના કારણો અલગ અલગ હોઈ શકે છે. પણ પૂ.ગુરુદેવની આરાધનાની પાછળનું કારણ જિનભક્તિ જ હતું અને એ જ આદર્શ પ્રયોજન ભક્તામરના પાઠનું ભક્તામર સ્તોત્રમાં જ દર્શાવવામાં આવ્યું છે :
“વતું સંસ્તવેન ભવ સંતતિ - સનિબદ્ધ
પાપં ક્ષણાત્સય મુપૈતિ શરીર - ભાજામ્ | આક્રાંત લોક મલિ - નીલ - મશેષ - માશ
સૂર્યાશુ - ભિન્નમિવ શાર્વર મંધકાર” | આત્માને અનેક ભવમાં લાગેલાં કર્મો તથા સંસ્કારોને દૂર કરવામાં ભક્તામરનો પાઠ અર્થાત્ પ્રભુની સ્તવના અમોધ ઉપાય છે. એમાંય ગ્રંથકારે “અશેષ” એટલે સમસ્ત અંધકાર” અને “આશુ - એટલે શીધ્રપણે” એ બે પ્રયોગો બહુ જ મર્મ પૂર્ણ રીતે કરેલ છે. જેઓ નિત્ય આવા સ્તોત્રનો પાઠ કરે છે તેઓને સમજાય છે કે અશેષ એટલે સમસ્ત અંધકારને શીધ્રપણે પ્રકાશમાં પલટાવી દેવાની આ સ્તોત્રની કેવી મહાન તાકાત છે ! ભવની પરંપરામાં બંધાયેલા કર્મો અંધકાર છે. જ્ઞાનને રોકતું - પ્રકાશને આવરતું જ્ઞાનાવરણીય કર્મ એ પણ અંધકાર છે. હું અને મારા’ના તીવ્ર સંસ્કાર એ પણ અંધકાર છે. નિર્વિવેકીતા, નિષ્ફળતા - નિરાશા - નિર્ધનતા પણ અપેક્ષાએ અંધકાર છે. આ બધા અંધકારને ક્ષણવારમાં નાશ કરનાર-નસાડી દેનારભક્તામરની આરાધનાનું અદૂભુત કૌવત છે.
૦ આરાધ્યની આસ્થા
શ્રી ભક્તામર સ્તોત્રની આરાધના અંગે શાસ્ત્રમાં અનેક માર્ગદર્શનો છે. ટીકાકારોએ – કલ્પકારોએ આવા મહાન સ્તોત્રની આરાધના માટે અનેક સૂચનો કર્યા છે. આરાધના માટે અનિવાર્ય છે આરાધ્યની આસ્થા...
આસ્થા અને શ્રદ્ધા આરાધનાનું અનિવાર્ય અંગ છે. પેલી વાત યાદ છે ને ! પેલા ભક્તો રામ નામથી પત્થર તરાવતા હતા ! એકવાર ખુદ રામને આ વાતનું આશ્ચર્ય થયું. એમનેય કુતૂહલ થયું. ખુદને જ પરીક્ષા કરવાનું મન થયું. એટલે રામે પોતે પત્થર પાણીમાં નાંખ્યો. કહેવાય છે કે એ પત્થર ડૂબી ગયો. રામના શ્રદ્ધાળુ ભક્તોએ રામને કહાં, "આપ રામ છો. આપનું નામ રામ છે, પણ આપને રામ નામનું કુતૂહલ છે. રામ નામની શ્રદ્ધા નથી, રામ નામની આસ્થા નથી... રામ નામની આસ્થા અમારામાં છે.”
પત્થરો રામથી નહીં, રામની આસ્થાથી તરે છે; આરાધ્ય આદિનાથની અખંડ આસ્થા ભક્તામરની આરાધનાનું રહસ્ય છે. ભક્તામરનો પાઠ કરનારમાં “પોતે આત્મા છે'. તેવી પ્રતીતિ અને પોતાને પરમાત્મા બનવું જ છે તેવો મનોરથ-તેવો સંકલ્પ ન હોય તો ભક્તામરની આરાધનાથી મેળવવાનું શું રહ્યાં ? હું આત્મા છું એ પ્રતીતિ થી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ ની શ્રદ્ધા ગાઢ થાય છે અને મારે પરમાત્મા બનવું છે એવા મનોરથથી સંવર-નિર્જરા અને મોક્ષના પ્રત્યે પ્રશસ્ત રાગ રૂપ પ્રબળ અભિલાષા રૂપ શ્રદ્ધા પ્રગાઢ બને છે.
આમ નવ તત્ત્વનો નવલો રંગ આત્મામાં જામે ત્યારે જ આરાધના ઉમંગમયી બની શકે છે. સંશય - કુતૂહલ કે પરીક્ષાની ભાવનાથી કોઈ આરાધના કરી શકાય નહીં અને તેવી આરાધના કરવામાં આવે તો તે અફલ જ રહે છે; સફળ થતી નથી. આસ્થા-શ્રદ્ધા એ જ આરાધનાનો આધારસ્તંભ છે. આથી જ આ સ્તોત્રના મહાન કર્તા એ સ્તોત્રમાં જ કહ્યાં છે કે :
સોડવું તથાપિ તવ ભક્તિવશાત્ મુનીશ
કર્યું સ્તવં વિગત શક્તિ રપ પ્રવૃત્ત.” ભાવાવેશના પૂર સાથે વહેતી શ્રદ્ધા એજ ભક્તિ છે. શ્રદ્ધા જ્યારે કર્તવ્યમાં... આચરણમાં પ્રગટિત થાય છે, મનની પ્રસન્નતાની સાથે, તનના તરવરાટની સાથે, વચનની દૃઢતા અને મક્કમતાની સાથે શ્રદ્ધા જ્યારે અભિવ્યક્ત
Öઆરાધના-દર્શન
આરાધના-દર્શન
૨૯૧)
૨૯૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org