________________
આજ ફાયદો છે કે પ્રાચીન ગ્રંથોમાં શું છે તે સમજ પડે. પાટણના તાડપત્રીય ભંડારમાં જે સૌથી પ્રાચીન એટલે વિ.સં.૧૩૮૮માં શ્રી ભક્તામર-સ્તોત્રની લખાયેલી પ્રત મળે છે. તેમાં પણ ચુમ્માળીશ જ શ્લોક છે. અર્થાત્ આજથી (૬૬૫) છસોપાંસઠ વર્ષ પૂર્વે પણ શ્રી ભક્તામર સ્તોત્રની ચુમ્માલીશ ગાથાની જ માન્યતા હતી... • શું શ્વેતામ્બર મૂર્તિપૂજક ગ્રંથોના ભંડારોમાં ક્યાંય અડતાલીસ ગાથાની વાત નથી?
છે. હીર સૌભાગ્ય નામના ગ્રંથમાં શ્રી ભક્તામર-સ્તોત્રની અડતાલીસ ગાથાનો ઉલ્લેખ છે. અને ભક્તામર પર યંત્રોમંત્રો અને આરાધનાના વિધાન બનાવનાર પૂ. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. (પ્રાચીન પૂ. હરિભદ્ર સૂ. નહીં) તેઓએ પણ અડતાલીસ ગાથાના યંત્રો-મંત્રો વિ. બનાવ્યા છે. • તો, પછી મૂર્તિપૂજક સંપ્રદાય અડતાલીસ ગાથા વાળા ભકતામર સ્તોત્રનો પાઠ કેમ નથી કરતા?
શ્રી ભકતામર સ્તોત્રની અડતાલીસ ગાથા હોવી તે વાત જુદી છે. અને અડતાલીસ ગાથા પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજની રચેલી માનવી તે વાત જુદી છે. જૈન શ્વેતામ્બર વિદ્વાન આચાર્યોનું તથા અમારા પોતાનું મંતવ્ય એજ છે ચાર ગાથા કે પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજની બનાવેલી નથી. છતાં તેનો પાઠ પણ કરવો હોય તો વચમાં ન કરતાં, સ્તોત્ર પૂરું થાય પછી કરવો. માટે જ અમે આ ચાર ગાથાને આ ગ્રંથમાં પરિશિષ્ટ રૂપે રાખી છે. • શું આ ચાર ગાથા પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજની બનાવેલી નથી એવું જૈનેતર વિદ્વાન પંડિતો પણ નિષ્પક્ષપાતરૂપે કહે છે?
હા નિર્ણય સાગર પ્રેસ તરફથી વર્ષો પૂર્વ ““પ્રવ્ય માળા’’નો સપ્તમ ભાગ પ્રગટિત થયો છે. અને એમાં જૈનેતર પંડિતે પણ જણાવ્યું છે કે પૂજ્ય માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની શ્રી ભક્તામર સ્તોત્રની રચનામાં કોઈએ આ ચાર શ્લોક જોડી દીધાં છે, પણ, મણિની માળામાં જેમ કાચના ટુકડાઓ શોભતાં નથી, તેમ આ ચાર ગાથાઓ પણ વચમાં આવે છે, તે શોભતી જ નથી.
તો, આપ એમ જ માનો છો કે ચાર ગાથા કોઈ અન્ય વિદ્વાન પંડિતે બનાવી છે છતાંય તેના તંત્રો-મંત્રો અને યંત્રો છે. આ ગાથાઓ પણ પ્રભાવિક છે. છતાંય તે પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની બનાવેલી નથી ?
લાગે છે કે આ ગાથામાં પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજ જેવી પ્રાસાદિકતા નથી. આખાય કાવ્યમાં ક્યાંય જોવા ન મળે તેવા પ્રાસોનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી તે ગાથા બનાવનાર વિદ્વાન હશે અને તે ગાથાઓ પણ પ્રભાવિક હશે, તેની અમે ના નથી કહેતા.
માત્ર પૂ. માનતુંગસૂરીશ્વરજી મહારાજે આ ગાથા બનાવેલી નથી, માટે જેઓને પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજની રસમય અને પ્રભાવિક કૃતિનો આગ્રહ હોય, તેમણે તો આ ગાથાઓનો પાઠ વચમાં તો ન જ કરવો જોઈએ. પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજે તો ચુમ્માલીશ ગાથાનું જ ભક્તામર બનાવ્યું છે !
ક્તામરની મૂળ ૪૪ ગાથામાં બીજી ચાર ગાથાઓ ઉમેરાયેલી લાગે છે. એનો કોઈ બીજો પૂરાવો પણ મળે છે. આ ગાથાઓ ઉમેરાયેલી છે અને તે ઉમેરાયેલી હોવાથી તેની વૃદ્ધિનું આયોજન કરવામાં ભૂલ થયેલી છે તે સ્પષ્ટ દેખાય આવે છે. કારણ કે ૪૮ ગાથાના હિસાબે ૩૩ મી ગાથાની ઋદ્ધિ
૩૦ ફૂીં ગર્ણ નમો સવ્યપિત્તાં છે. ૩૪ મી ગાથાની ઋદ્ધિ
મ નમો નોટિપત્તાપ છે. ૩૫ મી ગાથાની ઋદ્ધિ
6 દ મર્દ નમો નન્નોટિપત્તામાં છે. ૩૬ મી ગાથાની ઋદ્ધિ
૩ [ મ નો વિજ્ઞપિત્તામાં છે. ૩૭ મી ગાથાની ઋદ્ધિ
3 [ મ નમો સવોટિપત્તામાં છે.
સ
ર
AHROR
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org