SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સુરેન્દ્ર સ્તુતિને શક્રસ્તવ રૂપે ગણીએ છીએ. શક્ર એટલે ઈદ્ર. આવા સુરલોક નાથે કરેલી સ્તુતિ "નમુત્થર્ણ સ્તોત્ર” કહેવાય છે. પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ના લક્ષ્યમાં આવી ઘણી ઘણી સ્તુતિ છે... આ બધી જ સ્તુતિઓ પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ના "ચિત્તહર” ”મનોહર” લાગી છે. "ઉદાર" એટલે ભવ્ય લાગી છે... તેથી જ પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.એ આ સ્તોત્રને શ્રી ભક્તામર સ્તોત્રને પણ "ચિત્તહર” બનાવ્યું છે. અને "ઉદાર" બનાવ્યું છે. સુરલોક નાથ શબ્દ પણ જાણે સહેતુક જ વપરાયો લાગે છે. દેવલોક નાથ શબ્દ હોત તો માત્ર ઈદ્રોની જ વાત આવત... પણ, સુરલોક નાથ શબ્દ છે... "સુર” એટલ દેવો તો ખરા જ... પણ, તમામ પંડિતો-મહાકવિઓ એ પણ "સુર” શબ્દની પરિધિમાં આવી જાય છે. પંડિતોના સમુદાયના નાથ જેવા મહાપંડિતો દ્વારા પણ પરમાત્માની સ્તવના થઈ છે દેવોના નાથ ઈદ્રોએ પણ પ્રભુની સ્તુતિ કરી છે, તો બૌદ્ધિક જગતના ઈદ્રોએ પણ પરમાત્માની સ્તુતિ કરી છે... તેથી કાવ્ય શાસ્ત્રના પ્રાણ સમા " શબ્દ" અને " અર્થ”ની મનોહરતાનો અહીં ઈશારો થઈ ગયો છે... અહીં ભક્તામર સ્તોત્રમાં શબ્દ તો ચિત્તને હરણ કરનાર છે.. મનોહર છે... અને અર્થ "ઉદાર” છે... કાવ્ય શાસ્ત્ર શું છે? શબ્દના સૌંદર્યની સાથે અર્થના ચાતુર્યનું આયોજન છે... શબ્દો તો ઘણાં હોય છે... અર્થો પણ ઘણાં હોય છે... પરંતુ "ચિત્તહર” શબ્દથી ઉદાર અર્થોને કહે તેવા શબ્દો જોઈએ. | "મણિ" અને "રત્ન” બંને ય શબ્દો છે... અર્થો તો બંનેયના વ્યાપક છે... ઉદાર છે... પણ મણિ શબ્દ ચિત્તહર છે. માટે ઉદાર અર્થને પણ ચિત્તહર શબ્દ દ્વારા કરવો એ જ કાવ્યકારની ખૂબી છે. અરે, આ "ચિત્તહર” શબ્દના બદલે ચિત્તાકર્ષક પણ કહી શકાય. પરંતુ "ચિત્તહર”માં જે મનોહરતા છે, તે ચિત્તાકર્ષક શબ્દમાં નથી. સહજરૂપે બોલી શકાય... સહજરૂપે સમજી શકાય અને અર્થનો ભ્રમ પેદા ન કરે તેવા શબ્દોમાંનો "ચિત્તહર" એક શબ્દ છે... શ્રી ભક્તામર-સ્તોત્રમાં વપરાયેલ શબ્દ-શબ્દને ખુંદી વળનારને સમજાશે કે અહીં "ચિત્તહર” શબ્દનો જ પ્રાધાન્યથી ઉપયોગ કરવામાં આવ્યો છે. "સર્વ” શબ્દ કરતાં "સકલ” શબ્દ વધુ "ચિત્તહર” છે... "સુરવિશ્વ” કે "ઘુનાથવિશ્વ” કરતાં "સુરલોક” શબ્દ વધુ મનોહર છે, રળિયામણો છે... આમ, ઉદાર અર્થને ચિત્તહર શબ્દથી કહેવાની કળા એ માત્ર કાવ્ય કળા જ છે તેમ નથી... જીવન કળા પણ છે... કેટલાંય મહાનુભાવોનો આશય ખૂબ સારી વાત કરવાનો હોય છે... પણ, શબ્દની પસંદગીમાં માર ખાઈ જાય છે... આવા માણસોની ફરિયાદ છે... "અમે સાચું કહીએ છીએ, છતાંય કોઈ સાંભળતું નથી..." પણ, શબ્દકોષોનું સર્જન શા માટે છે? સાચું પણ સારી રીતે કહી શકાય માટે જ તો શબ્દકોષ છે... જે વાત ન સમજાય તેને અધરી છે એમ કહેવી એ ચિત્તહર શબ્દની રજૂઆત છે... પણ, એ જ વાતને માથાં ફોડનારી વાત કહીએ તો ચિત્તહરના બદલે ચિત્તનાશક બની જાય છે... માટે જ જીવનમાં ચિત્તહર શબ્દનો સંચય કરો... ગુજરાતીમાં તો કહેવાય જ છે ને “બોલતાં ન આવડે તે જરૂર બોળે''... ચિત્તહર શબ્દ નહીં હોય અને તમે બોલવા જશો તો બોલીને બાફશો... એક જ્યોતિષશાસ્ત્રના પંડિતે ભવિષ્ય ભાખીને કહ્યું – “તમારી નજર સામે જ તમારા બધાં સજ્જનો મરી જશે... તમે સ્વજન વિયોગથી પીડાશો...'' બીજાં જ્યોતિષે એજ ભવિષ્યવાણીને કહી – “તમારાં સમસ્ત પરિવારમાં તમારાં જેવું દીર્ઘજીવી કોઈ નથી. બધાં જ તમારાં આશિષ સાથે જ પરલોકમાં સીધાવશે'. બંનેય પાસે અર્થ તો એક જ છે... પણ, એક "ચિત્તહર” રીતે વાત કરે છે, ત્યારે બીજો ચિત્તને ચીરી નાંખે છે... પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની શિખામણ છે કે પરમાત્માને તો ચિત્તહર શબ્દ અને ઉદાર અર્થવાળા સ્તોત્રથી જ સ્તવજો... પણ જીવાત્માને-દરેક નાનાં મોટાં જીવોને... અરે પાપી અને અપરાધીઓને પણ ચિત્તહર શબ્દોથી બોલાવજો.... પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.ની ચિત્તહર શબ્દ અને ઉદાર અર્થની વાતનું ઉંડાણ ઘણું છે... શબ્દો પણ ચિત્તહર હોવાં જોઈએ... શબ્દનું આયોજન પણ ચિત્તહર હોવું જોઈએ... અને શબ્દ આયોજન પાછળનો આશય પણ ચિત્તહર હોવો જોઈએ.... શોકમય-અશુભ સમાચાર આપતાં કેટલાંયનો આશય આપણાં શોકને સાંકડો કરવાનો હોય છે. તો કેટલાંકનો આશય આ શોકમય સમાચાર આપણાં હૃદયને ઊંડો ઉઝરડો ભરે તેવો હોય છે. તેઓના આશય પ્રમાણે જ શબ્દ સંયોજન થાય છે. જ્યાં સુધી હૃદયમાં જીવ માત્ર પ્રત્યેનો સન્માન ભાવ (Reverance of Le) ન જાગે, ત્યાં સુધી ચિત્તહરપણું શબ્દોમાં કે વાતોમાં, વિચારો કે ઉચ્ચારોમાં ન જાગે... અને તેથી જ લોકોનાં ચિત્તહરણનું સર્જન કરવા માંગતા માનવે પોતે ઉદારમના બનવાની જરૂર છે... કાવ્ય-શાસ્ત્રમાં “ઉદાર”નો અર્થ વિશાળ-વ્યાપક જેવો ભલે થતો હોય, પણ જીવન શાસ્ત્રમાં ઉદારનો અર્થ છે. "સ્વાર્થનો સંહાર"... જ્યાં સુધી સ્વાર્થનું સર્જન છે, ત્યાં સુધી ઉદારતાની કલ્પના શક્ય નથી... જ્યાં સુધી "મેં" અને "મારા” નો તેમજ "હું" અને "મારૂં” નો વળગાડ છે, ત્યાં સુધી ઉદારતા આવે નહીં. સંસ્કૃતના કવિઓએ તો કહ્યું છે કે "અયં નિજઃ પરો વેતિ, ગણના લઘુ ચેતસામ, ઉદાર ચરિતાનાં તુ, વસુધૈવ કુટુમ્બકમ્' આ મારો અને પેલો પારકો એવી ગણત્રી તો સાંકડા મનવાળાની છે. જ્યાં સ્વાર્થ છે... ત્યાં સડો છે.. પણ, જો ઉદારતા આવી જશે... "હું" અને "મારૂં” ચાલી જશે તો આ સમસ્ત વસુધા-સમસ્ત પૃથ્વી તારું કુટુંબ થઈ જશે... જ્યાં સર્વ સ્વજન હોય ત્યાં પરજન કોણ ? ઉદારતા માત્ર ધન આપવાથી નથી આવતી... ધન આપવાથી, વાપરી નાંખવાથી, અરે દાનમાં પણ Kરહસ્ય-દર્શન રહસ્ય-દર્શન ૨૦૫) ૨૭૫ www.ainelibrary.org Jain Education International 2010_04 For Private & Personal Use Only
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy