SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ હિ99999999999999999 કહો છો- હું જ્યારે જ્ઞાનની દુનિયામાં મસ્ત બનું છું, ત્યારે સમસ્ત દુનિયાને વિસરી જાઉં છું એમજ થાય કે ક્યાંય એકાંત સ્થળે જઈ જ્ઞાન સાગરમાં નિમજ્જન કરતોજ રહું ‘ભક્તામર ગ્રંથનું કાર્ય કરતા ખરેખર હું ભક્તામર મય બની ગયો છું જેમ શ્રી ભક્તામર સ્તોત્રનું ચિંતન કરું છું. તેમ તેના રચયિતા પૂ. માનતુંગ સૂ. મ.સા. ની મુગ્ધતા પર વારી જાઉં છું. તેમની જ્ઞાન ગરિમા-યુગાદિદેવની ભક્તિને ક્ષણે-ક્ષણે વંદન કરું છું. આ મહાન ગ્રંથનું કાર્ય એ પણ મારા ગુરુદેવની ભક્તામર-સ્તોત્રની અનન્ય શ્રદ્ધા-આસ્થા ભક્તિને આભારી છે. સાચે જ ભક્તામર ગ્રંથના કાર્યમાં મારો જેટલો સમય વીત્યો છે. તેમાં મેં મારા ગુરુદેવનું દિવ્ય સાંનિધ્ય પ્રાપ્ત કર્યું છે, તેમના દિવ્ય સાંનિધ્યે જ મારી કલમ આગળ વધી છે. પૂજ્યશ્રી અંતરના અનુભવની વાત કરે, પણ અમે તો કહીએ છીએ. આપે પૂ. ગુરુદેવ સંદેહ બિરાજીત હતા ત્યારે અને વર્તમાન કાળમાં પણ પૂ. ગુરુદેવ સાક્ષાત્ છે તેમ માની ગુરુ સેવા જ કરી છે. આપની ગુરુ-ભક્તિ આપને અનંત-શક્તિ અર્પે, એ જ પ્રભુ મુનિસુવ્રતના અધિષ્ઠાયકોને હાર્દિક પ્રાર્થના. • ભક્તામર દર્શન ગ્રંથ પ્રકાશન-સંયોજન શ્રી લબ્ધિ-વિક્રમસુરીશ્વરજી સંસ્કૃતિ કેંદ્ર એ એક સંસ્કાર સાહિત્યનો પ્રચાર કરતી વિશિષ્ટ સંસ્થા છે. અત્યાર સુધીમાં વિવિધ ભાષામાં આગમ સૂત્રથી પ્રારંભી અનેક ક્ષેત્રોને આવરી લેતા અનેક મૌલીક-જનમનને આકર્ષણ કરી પ્રભુ માર્ગ પ્રત્યે સ્થિર કરતાં અનેક પુસ્તક આ સંસ્થા તરફથી પ્રકાશિત થયા છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી રાજેંદ્રભાઈ દલાલ એક ગુરુભક્ત સુશ્રાવક છે. વિ. સં. ૨૦૨૬ થી ગુરુચરણે સમર્પિત બની શાસન સેવા કરી ધન્ય બની રહ્યાં છે. સિકંદ્રાબાદ થી સમેતશિખર સંઘયાત્રા હોય કે કલકત્તા-સિદ્ધાચલ સંઘયાત્રા હોય. શ્રી ભરૂચ તીર્થનો જિર્ણોદ્ધાર કે શ્રી ઉવસગ્ગહર તીર્થનો-શ્રી કુલ્પાક તીર્થ હો કે શ્રી બનારસ તીર્થનો કે સોલા રોડ નો હોય કે પ્રેરણા તીર્થનો જિણોદ્ધાર હોય જ્યાં પૂ. ગુરુદેવ કે શાસનના કાર્યની વાત હોય ત્યાં સર્વ સર્જનાત્મક કાર્યમાં શ્રી રાજેંદ્રભાઈ દલાલની બહુમૂલ્ય સેવા હોય જ... આ મહાન ગ્રંથના પ્રકાશનમાં પણ એમણે અનોખું સંયોજન કર્યું છે. પ્રકાશન કાર્ય શ્રી જૈન ધર્મ ફંડ પેઢી ભરૂચને સોંપાયું... પ્રીન્ટીંગનું કાર્ય શ્રી નેહજ પ્રીન્ટર્સને સોંપાયું, ગ્રંથની શોભા-ગ્રંથ અંગેના અનેક વિવિધ આયોજન માટે અનેક વ્યક્તિ નો સાથ સહકાર તથા સહયોગ શ્રી રાજેંદ્રભાઈના સંયોજનને આભારી છે. શ્રી લબ્ધિવિક્રમસૂરીશ્વરજી સંસ્કૃતિ કેંદ્ર અને શ્રી જૈન ધર્મ ફંડ પેઢી ભરૂચ બન્નેએ મળી શા સનના અનેક કાર્ય કરવા સફળ થાય તેવી શાસન દેવને આ પ્રસંગે પ્રાર્થના કરું છું. H1 • “દાન પ્રેરક પૂજ્યો'' તથા “ભક્તામર દર્શન'' ગ્રંથના દાતાઓ આ મહાન ગ્રંથ આજની ભયંકર મોંઘવારીમાં સુંદર-ભવ્ય અને સર્વોત્તમ બનાવવા વિશાળ ધનરાશિની જરૂર પડે. અમને કહેતાં આનંદ થાય છે, જેવું કાર્ય હોય તેવું દાન પણ અવશ્ય મળી જાય છે. હકીકત-પરિસ્થિતિ અને ચીજનું મૂલ્ય કરનાર પ્રત્યેક કાળમાં સજ્જનો હોય છે જ. ગ્રંથ પ્રકાશનમાં સિંહફાળો શ્રી ઝવેરચંદ પ્રતાપચંદ સુપાર્શ્વનાથ જૈન સંઘ વાલકેશ્વરનો છે... આ સંઘે શ્રી ભરૂચ જિર્ણોદ્ધાર-પ્રતિષ્ઠામાં પણ સુંદર સહકાર આપેલ. આ સાથે આદિનાથ જૈન સંઘ ચીકપેઠ બેંગલોર વિગેરે અનેક સંઘો અનેક મહાન દાતાઓએ ઉદાર દાન તથા સહકાર આપેલ છે. દાન દાતા સમસ્ત સંઘો. મહાનુભાવોની પુનઃ પુનઃ હાર્દિક અનુમોદના કરું છું. સાથે-સાથે નમ્ર વિનંતિ આવા કાર્ય માટે જ્યારે જ્યારે અમે ટહેલ નાંખીએ ત્યારે અમને સદા સાથ સહકાર આપજો. મહાન ગ્રંથનું કાર્ય અનેક હૃદય-બુદ્ધિ અને હાથોને આભારી હોય-ગ્રંથ અંગે પરામર્શ દાતા મંડળ જે છે તે સૌના ગ્રંથમાં નામ આલેખન કર્યા છે. આ સમગ્ર કાર્યમાં પૂ. નંદીશ વિજયજી મ.ની પૂજ્યશ્રીની સેવામાં અવિરત પણે ઉપસ્થિત રહી. કેવી રીતે પ્રેરણા કરતા રહ્યા તે સંપાદકીયમાં પૂજ્યશ્રીએ પોતે જ જણાવ્યું છે. પૂજ્યશ્રીના પ્રત્યેક કાર્યના પૂરક પૂ. મુનિ શ્રી નંદીયશવિજયજી મ. ની પણ વિશિષ્ટ સુઝબુઝ અને દાનની પ્રેરણાની અમે અનુમોદના કરીએ છીએ. ' આ પ્રસંગે પૂ. વિદુષી સાધ્વીવર્યા રત્નચૂલાશ્રીજી મ.સા. ને વંદન કરું છું. આ સિવાય જેઓ સદાય ગુરુ સેવા, શાસન સેવામાં તત્પર રહે છે તેવા પૂ. બેન મ.સા.ના આ કાર્યમાં લાગણી, ઉત્સાહ, આયોજન અને ધગશ અવર્ણનીય રહ્યા. મહાન દાતાઓએ અમને જે ધર્મ પ્રેરણા આપી છે તેનાથી આ કાર્ય ખૂબજ સરળ અને સુંદર બન્યું છે. આ પ્રસંગે અમે પૂ. બેન મ.સા. તથા તેમના સમસ્ત સાધ્વીજી સમુદાયને તેમજ પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી = 999999999999999963. den Education intojitional 2018.01 ) For Priate & Personal use only For Prikan & Persofali Use only ) 3 5 wiljainelibraty_org al jaimellorto kong - 2000000000000000000000000000 Jain Education International 2018_04
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy