________________
-
GEC
(
. રહસ્ય દર્શન
)
શ્રી ભક્તામર સ્તોત્ર એ ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી કાવ્ય-રચના છે. તો એ સ્તોત્ર છે કે મંત્ર? અને મંત્ર એટલે શું?
નવકાર સુત્રને નમસ્કાર-મંત્ર કહેવામાં આવે છે અને શ્રી ભક્તામર કાવ્યને ભક્તામર સ્તોત્ર કહેવામાં આવે છે તો આ બેમાં શું ભેદ સમજવો?
શ્રી ભક્તામર સ્તોત્રથી પૂ. આચાર્ય માનતુંગસૂરીશ્વરજી મ.સા.એ ચુમ્માલીશ બેડીઓ તોડી હતી. (પ્રબંધ ચિંતામણી ગ્રંથના પ્રમાણે) તેઓને શ્રી આદીશ્વર પ્રભુના મંદિરની પાછળ બાંધીને રાખ્યા હતા. પણ, સ્તોત્ર પાઠ બાદ બદલાઈ જઈને તેમની સન્મુખ થઈ ગયું હતું વિગેરે અનેક ચમત્કારો થયા હતા અને ભક્તામરની કથાઓમાં આવા અનેક ચમત્કારોનું વર્ણન છે. અત્યારના કાળમાં પણ ભક્તામરથી અનેક ચમત્કારો થઈ રહેલા દેખાય છે. માટે શ્રી ભક્તામર સ્તોત્ર અનેક ચમત્કારિક મંત્રના ખજાના જેવું દેખાય છે.
સમજી લેવાની જરૂર છે કે મંત્રો એ મહાન શક્તિશાળી શબ્દો હોય છે. આ મંત્ર માટે ઘણું ઘણું જાણવા જેવું છે. જિન શાસનમાં પણ શાસનની સ્થાપનાની સાથે મંત્રનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. નવપદોની નવકારની ગદ્ય-પદ્ય રચનાને શ્રી નવકાર સૂત્રને તો શ્રી નવકાર મંત્ર જ ગણવામાં આવ્યો છે. આ શ્રી નવકાર મંત્ર બધાં જ મંગલોમાં પ્રથમ મંગલ છે. પાંચ પરમેષ્ઠિની વંદના છે. "નમસ્કાર સમો મંત્રો ન ભૂતો ન ભવિષ્યતિ" એમ પણ કહેવાય છે. જૈન જીવનમાં જન્મથી મરણ સુધીના દરેક પ્રસંગોએ શ્રી નવકાર મંત્ર વણાઈ ગયો છે. આમ, જૈન જીવનમાં નવકાર મંત્ર ઓતપ્રોત છે-તે કહેવું ખોટું નથી. શ્રી ભક્તામર સ્તોત્ર પણ અનેક મંત્રોથી પરિપૂર્ણ છે. તેને જિન-ભક્તિનું મહાન કાવ્ય-મહાન સ્તવન-અદ્વિતીય સ્તોત્ર લેખવામાં આવે છે. છતાંય શ્રી ભક્તામરની પ્રસિદ્ધિ સ્તોત્ર તરીકે છે. મંત્ર શાસ્ત્રની દ્રષ્ટિએ નમસ્કાર સૂત્ર અને ભક્તામર સ્તોત્ર બને ય રચનાઓને "માલામંત્ર" કહી શકાય છે. શ્રી નવકાર મહામંત્ર પંચ પરમેષ્ઠિને નમસ્કાર રૂપ હોવાથી જિન શાસનના જિનભક્તિ વિષયક તમામ સ્તોત્રો શ્રી નવકાર મંત્રના વિસ્તાર રૂપે જ હોય છે; કારણ કે તેમાં અરિહંત ભગવાનની સ્તુતિ મુખ્ય હોય છે. આમ, શ્રી ભક્તામર સ્તોત્ર એ નવકાર મંત્રના વિસ્તાર રૂપે છે, એમ સામાન્યથી કહી શકાય અને "નમો અરિહંતાણં' પદનો વિસ્તાર છે એમ વિશેષથી કહી શકાય છે. | શ્રી નવકાર મંત્રમાં પણ પંચ પરમેષ્ઠિને કરેલો નમસ્કાર સર્વ પાપોનું (સર્વવિઘ્નોનું) સર્વ દોષોનું નિવારણ કરનારો મનાયો છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ રૂપ કહેવાયો છે. તેવી રીતે ભક્તામર પણ અરિહંતના વિસ્તૃત નમસ્કાર રૂપે છે અને આઠ મહાભય આદિથી દૂર કરીને બાહ્ય અને અત્યંતર લક્ષ્મીને આપનાર પરમ મંગલમય મનાય છે.
આમ, શ્રી ભક્તામર સ્તોત્ર પણ મંગલમય છે અને નવકાર મંત્રના જ વિસ્તાર રૂપે છે એ આપે જણાવ્યું તેમ છતાંય મંત્રોનું જિન
શાસનમાં ક્યારથી અને કેટલું સ્થાન-મહત્ત્વ છે ? • મંત્ર જેવો જ બીજો શબ્દ વિદ્યા પણ છે. તો મંત્ર અને વિદ્યામાં શું ફરક છે? આ મંત્રો તથા વિદ્યા કેવી રીતે કાર્ય કરી શકે છે તેનું
રહસ્ય વૈજ્ઞાનિક તથા તાર્કિક રીતે જણાવો ?
માત્ર મંત્રનો જ મહિમા દર્શાવવા સ્વતંત્ર ગ્રંથો લખવાં પડે. જ્યારે શ્રી નવકાર સૂત્રને જ આપણે નવકાર મંત્ર રૂપે માન્યો છે ત્યારે મંત્રો જૈન શાસનમાં અનાદિ-અનંત કાળથી સ્થાન પામેલ છે-એ સ્પષ્ટ જણાય છે. "મંત્ર" જેવો જ બીજો શબ્દ આપણે ત્યાં પ્રસિદ્ધ છે-"વિદ્યા". જૈન અનુશ્રુતિઓ પ્રમાણે શ્રી ઋષભદેવ પ્રભુની સેવામાં રહેલ નમિ અને વિનમિ નામના વિદ્યાધરોને નાગરાજે (ધરણંદ્રએ) ખુશ થઈને હજારો વિદ્યાઓ આપી હતી. આ બધી વિદ્યાઓની સાધના દ્વારા નમિ-વિનમિના વંશજો અનેક ચમત્કારિક કાર્યો પૂરા પાડી પોતાના જીવનને સફળ કરતાં હતા. આ બધી વિદ્યાઓની સાધના અને સિદ્ધિ એમના જીવનમાં એટલાં વ્યાપ્ત થઈ ગયા હતા કે તેઓ "વિદ્યાધરો” કહેવાતા હતા. વંશ પરંપરામાં તેઓ વિદ્યાઓ આપતા હતા અને પરંપરામાં આવેલી વિદ્યાને સિદ્ધ કરતાં હતા. એક એવો પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે "સસાધના વિદ્યા"-"પાઠ સિદ્ધો મંત્ર" જેને ફળદાયી બનાવવા માટે તપ વિગેરેથી સાધના કરવી પડે તે "વિદ્યા” અને માત્ર પાઠથી જ સિદ્ધ થઈ જાય-એ "મંત્ર” પણ આવી વ્યાખ્યા કોઈક વિશેષ લક્ષ્યને લઈને પ્રવર્તતી હશે અથવા અમુક કાળમાં એ વિભાગ બરાબર જળવાઈ રહ્યો હશે. પણ પછીના કાળમાં એ વાત રહી નથી. જેમ જૈન આચાર્ય ભગવંતના પરમ શક્તિ સ્રોત "સૂરિમંત્ર"ને મંત્ર કહેવાનો રિવાજ છે અને ગણિમંત્ર જે પંન્યાસ કે ઉપાધ્યાયોનો શક્તિ સર્જક સ્રોત છે તેને "વર્ધમાન વિદ્યા” જણાવવામાં આવી છે. પણ, શાસ્ત્રમાં
(૨૫૪
રહસ્યદર્શન XXXXXXXXXXXXXXXXXXXX
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org