SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય : ૩૦ વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્ર સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્પનો તથા ઝેરનો ભય ઉપસ્થિત થતો નથી. વળી આ મંત્રની સાધના આ પ્રમાણે કરવી-વિધિપૂર્વક પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર ધારણ કરી, પંચામૃત કુંભાદિ તથા ચક્રેશ્વરીની મૂર્તિ અષ્ટપ્રકારે પૂજીને સ્થાપીને, આંબાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, સફેદ પુષ્પથી પૂજીને, સફેદ જપમાલાથી ૧૨000 બાર હજાર જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. નિરંતર યંત્રનું પૂજન કરતાં ૨૧ વખત મંત્રોનું સ્મરણ કરવું વળી જેને ઝેર ચઢયું હોય તેને પંચામૃત અથવા પવિત્ર પાણી ૨૧ વાર મંત્રીને પાવાથી ડંખમાંથી ઝેર જતું રહે છે. કાવ્ય : ૩૮ વિધિ : આ કાવ્ય, દ્ધિ, મંત્રનું સ્મરણ કરીને, યંત્ર મસ્તકે ધારણ કરવાથી યુદ્ધ, સંગ્રામનો ભય ઉપસ્થિત થતો નથી. રાજાનો કોપ ઉપશમે છે અને પોતાના બલ તથા પરાક્રમમાં વૃદ્ધિ થાય છે. વળી આ વિધિથી મંત્રની સાધના કરવી પવિત્ર થઈ, રાતાં વસ્ત્ર પરિધાન કરીને, પંચામૃતથી ભરેલો રૂપાનો કલશ, ચક્રેશ્વરીની મૂર્તિ તથા ભૈરવની મૂર્તિ, બંને મૂર્તિઓ પૂર્વ દિશાએ સ્થાપન કરીને, પછી પહેલાં બતાવી ગયા છીએ તે વિધિ પ્રમાણે પૂજા સામગ્રી એકત્રિત કરીને, ચક્રેશ્વરીની અષ્ટપ્રકારે પૂજા કરીને, ભૈરવની તેલ તથા સિંદૂરથી પૂજા કરીને, રાતાં ફૂલથી પૂજીને, રક્તચંદનની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, રાતી જપમાલાથી ૧૨૫OO સાડા બારહજાર જાપ કાવ્ય, ઋદ્ધિ અને મંત્ર સહિત કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધ થયા પછી નિરંતર ૧૦૮ અથવા ૨૧ વખત જાપ કરવો. કાવ્ય : ૩૯ વિધિ : આ યંત્ર સાધનાની વિધિ ઉપરના કાવ્યોની વિધિ પ્રમાણે જ જાણવી. આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્ર સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી દરેક કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે. કાવ્ય : ૪૦ વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી, સમુદ્રના ભયનો નાશ થાય છે, તાં નથી. પોતાનું શરીર પાણીમાં ડબતું નથી અને તરીને પાર ઉતરાય છે. વળી આ વિધિથી મંત્રની સાધના કરવી-પવિત્ર થઈ, સફેદ વસ્ત્ર પહેરીને, પંચામૃત ભરેલો ઘડો, ચક્રેશ્વરીની ઉત્તર દિશાએ સ્થાપના કરીને, અષ્ટ પ્રકારે ચક્રેશ્વરીની પૂજા કરીને, આરતી સુધીની સર્વ ક્રિયા કરીને, સફેદ ફૂલથી પૂજા કરીને, પછી રૂપાની પાટલી અથવા આંબાની પાટલી પર યંત્રની સ્થાપના કરીને, પછી સફેદ જપમાલાથી ૧OO૮ એક હજારને આઠ જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. અને સિદ્ધ થયા પછી કાર્ય વખતે ૨૧ એકવીશ વખત સ્મરણ કરીને, યંત્રની પૂજા કરવાથી સમુદ્ર સંબંધીના સર્વ ભય દૂર થાય છે. કાવ્ય : ૪૧ વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી વ્યાધિની પીડા શાંત થાય છે, વળી મહાભયાનક મરણ ભય, જલોદર, ભગંદર, મરકી વગેરેનો ભય, અઢાર જાતના કોઢ રોગ, સર્વ શાંત થાય છે. વળી તેની આ પ્રમાણે સાધના કરવી-પવિત્ર થઈ, પીળાં વસ્ત્ર પહેરીને, શુદ્ધ ભૂમિએ પંચામૃત કુંભ, ચક્રેશ્વરી તથા ગૌતમસ્વામી બંનેની મૂર્તિઓ દક્ષિણદિશાએ સ્થાપન કરીને, પહેલાં કહી ગયા છીએ, તે વિધિએ પૂજા, સામગ્રી સર્વ કરીને, ચક્રેશ્વરી માતાની અષ્ટ પ્રકારે પૂજા કરીને ગૌતમસ્વામીની સુગંધી ચૂર્ણથી (વાસક્ષેપ) પૂજા કરીને, આંબાની પાટલી પર યંત્ર સ્થાપન કરીને, પાંચ વર્ણના પુષ્પથી પૂજા કરીને, પીળી જપમાલાથી ૧૦૦૮ એક હજારને આઠ જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધ થયા પછી નિરંતર ૨૧ વાર પંચામૃતનું પાન તથા છંટકાવ કરવાથી દરેક જાતના રોગ ઉપશમે છે. (૧૬૮ યંત્ર આરાધના વિધિXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy