________________
કાવ્ય : ૨૦ વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી શત્રનો ક્ષય થાય છે. આજ વિધિથી સાધીને શત્રુના ઘાતને માટે પોતાનો ચંદ્ર બલવાન જોઈને, શુભ ચંદ્રનો યોગ જોઈને, પવિત્ર થઈ, કાળાં વસ્ત્ર પહેરી, દક્ષિણ દિશા અથવા પશ્ચિમ દિશા સન્મુખ ચક્રેશ્વરી તથા ક્ષેત્રપાળ બંનેની સ્થાપના કરી, પ્રક્ષાલન, પૂજન, આરતી વગેરે કહી ગયા છીએ તે પ્રમાણે સર્વ કરીને, વળી યંત્રની રક્તચંદનની પાટી પર સ્થાપના પૂર્વ વિધિ પ્રમાણે કરીને, કાળાં પુષ્પથી પૂજન કરી કાળી જપમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રના ૧૨૦૦૦ બારહજાર જાપ કરી, ત્રિકાળ કાળા મરી ૧૦૮ હોમવાથી શત્રુનો ક્ષય થાય છે.
કાવ્ય : ૨૮
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી સૌભાગ્ય, કીર્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી આ વિધિથી સાધના કરવી, શુભદિને, પવિત્ર થઈને, પીત વસ્ત્ર પહેરીને, ઉત્તર દિશા અથવા પૂર્વ દિશા તરફ સંહાસનનું મુખ રાખીને, તેના ઉપર ચક્રેશ્વરી દેવીની મૂર્તિની સ્થાપના કરી પૂજા કરી, આરતી કરી, આંબાની પાટી અથવા રૂપાનાં પતરાં ઉપર યંત્રની સ્થાપના કરી, સુગંધવાળા પીળાં પુષ્પથી પૂજન કરી, પીળા આસન પર બેસી, કેરબાની અથવા પીળી જપમાલાથી આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનો ૧૨૦૦૦ બાર હજાર જાપ કરી સિદ્ધ કર્યા પછી નિરંતર એકસો આઠ વાર ગણીને, યંત્રનું નિરંતર પૂજન કરવાથી વ્યાપારમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય, રાજદરબારમાં જય થાય, યશ સૌભાગ્યાદિ વધે નગરશેઠની પદવીનો ભોક્તા થાય, સર્વ મનોવાંછિત સિદ્ધ થાય.
કાવ્ય : ૨૯
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી સ્થાવર વિષ ચઢતું નથી. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને, લીલા રંગનું વસ્ત્ર પહેરીને, ઉત્તરાભિમુખ સિંહાસન ઉપર ચક્રેશ્વરી દેવીની સ્થાપના કરીને, પહેલાંની વિધિ આરતી
માણે સર્વ કરીને, પુષ્પાર્ક ઘડેલી આંબાની પાટલી ઉપર યંત્ર લખીને, પૂજીને, સ્થાપના કરવી, મરવો, દમણો અથવા માલતીના ફૂલોથી પૂજન કરીને, આંબાની પાટલી આગળ મૂકી પછી લીલમણિની જપમાલાથી ૧૦૦૮ જાપ કરવાથી વિદ્યા સિદ્ધ થાય છે. આ વિદ્યા સિદ્ધ થયા પછી જે પુરુષે સ્થાવર વિષનું ભક્ષણ કર્યું હોય તેને પંચામૃત અથવા શુદ્ધ જલ એકસો આઠવાર અથવા એકવીસ વાર મંત્રીને પીવડાવવાથી અફીણ, સોમલ, આકડો, ધંતુરો વગેરે જે કોઈ જાતનું સ્થાવર વિષ હોય તેના ઝેરનો નાશ થાય છે.
કાવ્ય : ૩૦
વિધિ આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખીને માર્ગે જતાં, બીજા કોઈ, દેશ, નગર અથવા ગામે જતાં આવતાં, રસ્તામાં દ્વિપદ અથવા ચતુષ્પદ હિંસક પ્રાણીઓને ભય ઉપસ્થિત ન થાય. વળી પવિત્ર થઈને સફેદ વસ્ત્ર ધારણ કરી, પૂર્વદિશાએ સિંહાસન ઉપર શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સ્થાપન કરીને, સફેદ ફૂલથી પૂજીને, સફેદ આસન પર બેસીને, રૂપાની માલાથી ૧૦૦૮ વાર આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનો જાપ કરવાથી મંત્ર સિદ્ધ થાય છે. સિદ્ધ થયા પછી ભયજનક સ્થાનમાં તથા માર્ગમાં જતાં આવતાં એકવીસ વાર સ્મરણ કરવાથી ચોર, દુષ્ટ ભિલ્લ, વાઘ વગેરેનો ભય ઉપસ્થિત થતો નથી. ઘેર નિરંતર યંત્રનું પૂજન કરવાથી આ યંત્ર સર્વભયોનું હરણ કરે છે.
કાવ્ય : ૩૧ વિધિ : આ કાવ્ય, દ્ધિ અને મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી રાજા વશ થાય છે. વળી વિધિપૂર્વક આ યંત્રને સ્થાપન કરીને; પવિત્ર થઈ; રક્ત વસ્ત્ર પહેરીને, પવિત્ર સ્થાને પંચામૃતથી ભરેલો ઘડો સ્થાપન કરીને, વળી ચક્રેશ્વરી દેવી તથા ધરણેન્દ્ર બંનેની અષ્ટગંધથી પૂજા કરીને સ્થાપના કરવી. નૈવેધ ફલ વગેરે પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે સર્વ વિધિ કરીને, યંત્ર સોનાનાં પતરાં ઉપર આલેખી તથા ચંપકવૃક્ષની પાટલી પુષ્પાર્કમાં ઘડાવી, તેના ઉપર વિધિપૂર્વક યંત્ર સ્થાપીને. તેની રાતાં પુષ્પથી પૂજા કરી, ઉત્તરાભિમુખે રક્ત જપમાલથી સાડા બાર હજાર જાપ એકાસણું કરીને કરવો. જેથી મંત્ર સિદ્ધ થાય છે. તે સિદ્ધ થયેલાં મંત્રનું ૧૦૮ વાર નિરંતર સ્મરણ કરીને; યંત્રનું પૂજન કરવાથી રાજ્યના જેટલું સુખ મળે છે.
(૧૬૬
યંત્ર આરાધના વિધિYYYYYYYYYYYYYXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org