________________
કાવ્ય : ૧૬
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ભય ઉપસ્થિત થતો નથી, રસ્તામાં જતાં વનમધ્યે દાવાનલ જાગ્યો હોય તો શુદ્ધ જલને ૨૧ વાર મંત્રી ચારે દિશાએ સર્વત્ર તે પાણી છાંટવાથી દાવાનલનો અગ્નિ શાંત થઈ જાય છે અને જંગલમાં રહેતાં ઘણા જીવો પર ઉપકાર થાય છે. વળી ગામમાં, કિલ્લામાં, નગ૨માં, શહેરમાં જ્યાં જ્યાં અગ્નિ લાગી હોય, ત્યાં ત્યાં ઉતાવળે જઈને, પાણી તથા ધૂળને મંત્રીને નાંખવાથી અગ્નિ શાંત થાય છે. વળી પોતાના ઘેર આ યંત્રને તામ્રપત્ર પર કોતરાવી નિરંતર પૂજવાથી અગ્નિનો ઉપદ્રવ થતો નથી. વળી શત્રુએ આગીઓ વીર મૂક્યો હોય તો તે પણ ચાલી શકતો નથી.
કાવ્ય : ૧૦
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી અને યંત્ર પાસે રાખવાથી પેટમાં પીડા થતી નથી. વળી જે પુરુષ સવારમાં શુદ્ધ થઈને શુદ્ધ વસ્ત્ર પહેરીને પીળી જપમાલાથી ઉત્તરદિશા તરફ મુખ રાખીને ઘીનો દીવો કરીને, પાણી ભરીને ઘડાની સ્થાપના કરે અને તે (સ્થાપેલા) ઘડા ઉપર શ્રીફલ મૂકીને આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રનો જાપ કરે તથા ઋદ્ધિ, મંત્રથી ગુગલ ગોળી મંત્રીને, ધૂપમાં હોમ ૧૦૮ વાર મંત્રેલી ગોળીનો નિરંતર કરે તથા મીઠાના કકડા સાત ઘડામાં નાખે તો તે પુરુષના જઠર રોગ, જલોદર, કઠોદર, ગુલ્મપાહિની, શૂળ તથા જઠરના સર્વ રોગનો નાશ થાય છે.
કાવ્ય : ૧૮
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરીને, યંત્ર પાસે રાખવાથી બુદ્ધિનો વિભ્રમ ન થાય, જે પુરુષ વિધિ પૂર્વક પવિત્ર થઈને નિરંતર એકાગ્ર ચિત્તથી સ્મરણ કરે, તેના મનમાં સંકલ્પ, વિકલ્પ તથા વિચારોની પરંપરા કદાપિ ઉપજે જ નહિ; મનમાં ચિંતા, શોક અથવા દુર્ધ્યાન થાય જ નહિ મોહ, મિથ્યાત્વનો નાશ થાય. ધર્મમાં મતિ સ્થિર થાય, વળી ધરમાં માંગલિક મહોત્સવ થાય, વળી માર્ગમાં આંધી, દુષ્ટ વાયુ તથા ઘોર અંધકારનો ભય ન થાય.
કાવ્ય : ૧૯
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરી, યંત્ર પાસે રાખવાથી પરવિદ્યા આપણા શરીરને વિષે ઉચ્ચાટન કરી શક્તી નથી. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રોજ સવારમાં આ કાવ્ય તથા ઋદ્ધિ મંત્રનો જાપ કરે તેના શરીરે મંત્ર, તંત્ર, યંત્ર, કામણ, ટુમણ, કાર્પણ, મુઠ પોતાની સ્ત્રીએ કરેલ હોય અથવા બીજા કોઈ પુરુષ કરેલ હોય તે કોઈ પણ દોષ લાગતો નથી. વળી આ કાવ્ય મંત્રનું સ્મરણ કરવાના પ્રભાવથી જ્યાં જ્યાં જઈને ત્યાં ત્યાં આજીવિકા સુખપૂર્વક મળી શકે અને ભૂખે ન મરાય. વળી ભાગ્યહીન પુરુષ પણ જો આ યંત્રરાજની પૂજા કરે તો પ્રાણનો આધાર સમાન અન્નપાન સુખેથી મેળવી શકે.
કાવ્ય : ૨૦
વિધિ : આ કાવ્ય, ઋદ્ધિ અને મંત્રના જાપથી તથા સ્ત્રીના કંઠે યંત્ર બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપાના પતરાં પર આ યંત્ર અષ્ટગંધથી લખીને, યંત્રની સ્થાપના કરીને, તેની સન્મુખ પૂર્વ દિશાએ મૂખ રાખીને રૂપાની નવકારવાલીથી નિરંતર ૧૦૮ વાર જાપ કરવાથી તથા નિરંતર સુગંધીવાળા ૧૦૮ ફૂલોનો હાર બનાવીને યંત્રની પૂજા કરી, પંચામૃતથી પ્રક્ષાલન કરી, તેનું ન્હવણ રૂપાની વાડકામાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને પીવડાવવું આ પ્રકારે ત્રણૠતુ પીવડાવવાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે.
કાવ્ય : ૨૧
વિધિ : આ કાવ્ય, ઋહિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રને પાસે રાખવાથી સર્વ જન વશ થાય છે. વળી સવારમાં પવિત્ર થઈને, ઘીનો દીવો કરી, દશાંગ ધૂપ, પુષ્પાદિ સામગ્રી તૈયાર રાખી ઉત્તરાભિમુખ પંચામૃતથી ભરેલો કલશ, સિંહાસન ઉપર કેસર વગેરેથી સ્વસ્તિક કરીને, વળી પુષ્યાર્ક યોગે આંબાના લાકડાની પાટી ઘડાવી, તેના ઉપર ચેબેલીની કલમથી અષ્ટગંધ વડે આ કાવ્ય, ઋદ્ધિ, મંત્ર, યંત્ર સહિત લખીને, સિંહાસન ઉપર પાટી સ્થાપન કરી, રક્તવસ્ત્ર પહેરી, રાતી માલાથી સ્થાપનાની સન્મુખ ૧૦૮ જાપ નિરંતર કરવાથી સ્વજન તથા પરજન સર્વે વશ થાય છે.
૧૬૪ યંત્ર આરાઘના વિધિ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org