________________
સંપાદકીય
“કુતિપ્રપતિwાળિ-ધારVTદ્ધ વ્યા
સંયમવિવિથ: સળંજ્ઞો વિમુ" [ યોગશાસ્ત્ર/પુર રત્નો.૧૨] “દુર્ગતિમાં પડી રહેલા પ્રાણીને જે ધારણ કરે તે સંયમાદિ દશપ્રકારનો ધર્મ મોક્ષ માટે સર્વજ્ઞભગવંતે કહ્યો છે.”
“આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધર્મ.
સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. પરભાવ વડે કરીને આત્માને દુર્ગતિમાં જવું પડે તે ન જવા દેતાં સ્વભાવમાં ધારી રાખે તે ધર્મ. સભ્યશ્નદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્ર એ રત્નત્રયીને શ્રી તીર્થંકરદેવ ધર્મ કહે છે.”
ધર્મનું શુદ્ધ અને યથાર્થ સ્વરૂપ બતાવતાં જ્ઞાનીભગવંતો કહે છે કે આત્માનો સ્વભાવ તે ધર્મ છે અથવા આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ છે, અર્થાત્ શુદ્ધ જ્ઞાયકભાવ એ જ આત્માનો સ્વભાવ છે અને તેમાં વર્તવું, તેમાં સ્થિતિ કરવી, તેમાં ઠરવું તે ધર્મ છે.
ધર્મની વ્યાખ્યા મુખ્યત્વે ચાર પ્રકારે જોવા મળે છે - [૧] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા ધર્મ છે. [૨] વસ્તુસ્વભાવ ધર્મ છે. [૩] ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મ છે. [૪] અહિંસા પરમ ધર્મ છે.
આ ચાર વ્યાખ્યામાં રાગ-દ્વેષનો અભાવ અર્થાત વીતરાગતાનું લક્ષ જ ગૂંથાયેલ છે. જુઓ–
[૧] રાગ-દ્વેષ આત્માની અશુદ્ધિ છે. આ અશુદ્ધિને વિકાર માની તેના અભાવરૂપ સ્વભાવની શ્રદ્ધા કરવી તેને સમ્યગ્દર્શન કહે છે. રાગ-દ્વેષથી ભિન્ન ચૈતન્યસ્વભાવ જાણવો
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org