________________
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ !!
"सम्यग्दर्शनशुद्धं, यो ज्ञानं विरतिमेव चाप्नोति । दुःखनिमित्तमपीयं, तेन सुलब्धं भवति जन्म" ॥
[તત્ત્વાર્થસંવંથારિવા-સ્નો.] જે સમ્યગ્દર્શનથી શુદ્ધ જ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરે છે, તેને દુઃખનું કારણ પણ આ (મનુષ્ય) જન્મ સફળ બને છે.”
“ -ઈન-ચારિત્રા મોક્ષમા.” [તસ્વાર્થ મ. ૧ (૨] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી એ જ જિનનો માર્ગ છે. જ્ઞાનીઓએ મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો યથાર્થ માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને જ કહ્યો છે.
સમસ્ત પરદ્રવ્યો અને પરભાવોથી ભિન્ન એવી સ્વપરપ્રકાશક શુદ્ધચૈતન્યસત્તાની યથાર્થ શ્રદ્ધા, તેનો યથાર્થ બોધ અને તેમાં સ્થિરતા એ જ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી શુદ્ધ આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપસ્થિરતાની પ્રાપ્તિ થાય છે.
આત્મા સ્વભાવે પરમાત્મા હોવા છતાં તે પોતાનું પરમાત્મસ્વરૂપ ભૂલી બેઠો છે અને તેથી તેની પર્યાયમાં હજુ પામરતા છે, આ પર્યાયગત પામરતાને સમાપ્ત કરવાનો અને સ્વભાવગત પ્રભુતાને પ્રગટ કરવાનો એકમાત્ર ઉપાય છે રત્નત્રયરૂપ ધર્મ. સ્વભાવગત પ્રભુતાનો બોધ, તેની સ્વીકૃતિ અને તેમાં જ રમણતા તે જ રત્નત્રયરૂપ ધર્મ છે. સ્વભાવગત પ્રભુતાની ઓળખાણ, તેની શ્રદ્ધા તથા સ્વભાવસમ્મુખ થઈને સ્વભાવમાં સ્થિરતા તે રત્નત્રયરૂપ ધર્મનું સભ્ય સ્વરૂપ છે.
પર્યાયની પામરતાનું ચિંતન એ પર્યાયની પામરતા નાશ કરવાનો ઉપાય નથી, પણ સ્વભાવના સામર્થ્યનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન એ યથાર્થ ઉપાય છે. આ રત્નત્રયથી પૂર્ણપરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષે ગયા છે, વર્તમાનમાં જાય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org