________________
આ કેવી કેવી રેતી ઉપયોગી બની શકે એમ છે તે જોઈએ. • અભ્યાસુ વર્ગ ટીકા ગ્રન્થોનું વાંચન કરતા હોય છે. ત્યારે ગ્રન્થકાર પોતાની વાતને સમર્થન આપવા માટે પૂર્વ પુરુષોના પદ્યોને ટાંકે છે પરંતુ તેના ગ્રન્થનું નામ / ક્રમાંક પ્રાયઃ મૂકેલ ન હોય તેથી તેમાં શું કહેવા માંગે છે તે શ્લોક ઉપરથી ક્યારેક સમજાતું નથી. કારણ કે જેમ શબ્દાનુશાસનમાં કલિકાલ સર્વજ્ઞશ્રીએ સૂત્રમાં ‘દ્વિવચનબહુવચન, ’ આદિ દ્વારા કાંઈક ને કાંઈક અન્ય સૂચવેલ છે. (ગ્રન્થકારોની આવી શૈલી છે કે આના દ્વારા વિદ્યાર્થીનું ધ્યાન ખેંચી જિજ્ઞાસા પેદા કરાવવી) તે સૂત્રથી ખ્યાલ નથી આવતો પરંતુ ટીકાથી સમજાય છે. તેમ
શ્લોકમાં ‘, ગપ, તુ આદિ પદો દ્વારા કાંઈક ને કાંઈક અન્ય કહેવા માંગતા હોય છે જે ટીકાના વાંચનથી સમજાય છે. તે હવે આમાં જોવાથી પ્રાયઃ ગ્રન્થના નામ / ક્રમાંક મળી રહેશે, તેથી અભ્યાસુવર્ગને તેની ટીકા ઉપરથી શ્લોકના ભાવાર્થ સુધી પહોંચી શકાશે. ભાષાંતરકારવર્ગને ગ્રન્થનું ભાષાંતર કરતા શાસ્ત્રકારોએ પોતાની વાતને પ્રમાણિત કરવા મૂકેલા સાક્ષીપાઠરૂપ પધોના ગ્રન્થના નામ | ક્રમાંક જે આમાંથી મળશે, તેની ટીકાદિના વાંચનથી તે તે મહાપુરુંષોનો ભાવાર્થને સ્વક્ષયોપશમાનુસાર રજુ કરવામાં સરળતા પડશે. સંશોધનકાર-સંકલનકાર વર્ગ પૂર્વટીકા ગ્રન્થોનું સંશોધનાદિ કરતા હોય છે ત્યારે તેમાં આવેલ ઉદ્ધરણ શ્લોકોના ગ્રન્થનું નામ ક્રમાંકની પૂર્તી કરવાની ભાવનાવાળા હોય છે. તેઓની પણ ભાવના આનાથી પ્રાયઃ સફળ થશે. રચનાકાર વર્ગને પોતાની રચનામાં સાક્ષીપાઠરૂપે પૂર્વના મહર્ષીકૃત ગ્રન્થનો જે શ્લોક મૂકવો છે તે શ્લોક શું તે જ ભગવંતે પોતાની અન્ય રચનામાં ક્યાં મૂક્યો છે તે આમાંથી મળી રહેશે. તેથી અનેક ગ્રન્થના નામ-ક્રમાંક ટાંકી શકશે.પરંતુ એટલો ખ્યાલ રાખવો કે કર્તા ભિન્નમળે તો આદ્યકર્તાનો નિર્ણય કરવો જરૂરી જાણશો. વ્યાખ્યાન-વાચનાઓમાં મહાત્માઓ વચ્ચે વચ્ચે જુદા જુદા ગ્રન્થોના પ્રસ્તુત વાતને સમર્થન આપવા શ્લોકો બોલતા હોય છે. તેમાં કોઈક શ્લોક આપણને ગમી જવાથી યાદ રહી જાય છે. પરંતુ તે કયા ગ્રન્થનો છે? તે આમાં જોવાથી નિર્ણય થવો સંભવ છે.. હસ્તલિખિત કે પ્રિન્ટેડ પ્રતના છૂટા છવાયાપાના મળે છે. પરંતુ કયા ગ્રન્થના છે, કઈ પ્રતના છે તે જણાતું નથી. આ તેનો નિર્ણય પણ આમાં જોવાથી શક્ય બનશે.
એક જ શ્લોક કયા કયા ગ્રન્થોમાં છે અને કેટલા સ્થાને છે. તેની સંખ્યા પણ જણાશે. • આપણને ક્યારેક કોઈક શ્લોકમાં અશુદ્ધિની શંકા જણાય ત્યારે આમાં જોવાથી જો તેનું અન્ય સ્થાન મળે તો શુદ્ધિ-અશુદ્ધિનો નિર્ણય થાય છે અથવા અર્થની વૈવિધ્યતા સમજાય છે.
આ પ્રમાણે અનેક રીતે આ ઉપયોગી બનશે, જે આના ઉપયોગથી સમજાશે અને જ્યારે ઘણા શ્લોક નહિ મળે ત્યારે એમ થશે કે આ બધા તો આમાં નથી. પણ બધા તો કેવી રીતે મળે ? કારણ કે, ન મળવાના અનેક કારણો હોઈ શકે છે. મહાપુરુષોએ તે તે કાળે ઉપલબ્ધ સ્વ-પરદર્શનના અનેક શ્લોકો સાક્ષીપાઠરૂપે મૂકેલ છે. જ્યારે આમાં મોટે ભાગે સ્વદર્શનના ૬૨૬ ગ્રન્થોના પદ્યોની અકારાદિ છે. તેથી બધા શ્લોકો મળવા અશક્ય છે. કેટલા મળશે એની ટકાવારી પણ ન બંધાય, કારણ શ્રુતસાગર અપાર છે. તે છતાં જેટલા પ્રાપ્ત થાય તેટલાની ટીકાદિ દ્વારા ભાવાર્થને પામી આપણા આત્માને ભાવિત બનાવી આત્મ કલ્યાણ સાધીએ.
આ આપને પણ ઉપયોગી છે ને...!!