________________
આગમને પામીને અનંતા ભવ્યાત્માઓ સંસાર સાગર' તરી ગયા, તરી રહ્યા છે અને તરવાના છે, તો અનંતા ભારે કર્મી આત્માઓ આવા આગમસૂત્રની વિરાધના કરી ચાર ગતિ સ્વરૂપ સંસારમાં ભટકયા છે, ભટકે છે અને ભટકવાના છે. આવા અનુપમ અને ગંભીર પદાર્થોથી ભરેલા આગમ સૂત્રો ઉપર વિક્રમથી બસો વર્ષ વીત્યા બાદ સૌ પ્રથમ ત્રણ પૂર્વધર પૂ.આ.ભ.શ્રી ગંધહસ્તિસૂરિએ વિવરણ રચેલું ત્યારબાદ પૂ.આ.ભ.શ્રી શીલાંકસૂરિ મ.સા. ૧૧ અંગ સૂત્રો ઉપર વૃત્તિની રચના કરેલ. તેમાંથી પ્રથમના બે અંગ સૂત્ર સિવાયની વૃત્તિઓ કાળદોષથી નષ્ટ થતાં પૂ.આ.ભ. શ્રી અભયદેવસૂરિ મ.સા. ૯ અંગ સૂત્રો ઉપર વૃત્તિઓની રચના કરીને મહાન ઉપકાર કરેલ છે.
જ આ સર્વે મહાપુરુષો પોતાના ઉપદેશ કે રચનામાં જેમ દ્વાદશાંગીના ધણી સુધર્માસ્વામી ઉપદેશ આપતા કહે છે કે પ્રભુ પાસેથી મેં આ પ્રમાણે સાંભળ્યું છે એમ પ્રભુનો હવાલો આપે છે. તેની જેમ પોતાના પૂર્વજોએ રચેલ આગમાદિના પ્રમાણો આપતા હોય છે તે કયા ગ્રન્થના છે તે શીધ્ર પ્રાપ્ત થાય તે હેતુથી પ્રસ્તુત પ્રકાશનમાં છ છેદ ગ્રંથો સિવાય ઉપલબ્ધ આગમિક પદ્યો તથા તેની નિયુક્તિ-ભાષ્ય જે ઉપલબ્ધ થાય છે તે ગાથાઓ અકારાદિક્રમે સંગૃહીત કરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો છે. તો પાછળ સંવેગરંગશાળા ગ્રંથ પણ અકારાદિક્રમે આપવામાં આવેલ છે.
પૂજ્યપાદ આ.ભ.શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. (બાપજી મ.) તથા પૂજ્યપાદ આ.ભ.શ્રી મેઘસૂરીશ્વરજી મ.સા.નો અતિ પ્રિય ગ્રંથ આ સંવેગરંગશાળા હતો. તેઓ શ્રી કહેતા કે આ સંવેગરંગશાળા ગ્રંથ વાંચ્યા બાદ જો સંસાર ઉપરથી વૈરાગ્યભાવ ન આવે તો સમજવું કે હજુ તે ભવ્યાત્મા બહુ ભારે કર્મી છે.
વર્તમાનમાં મૂલરૂપે ઉપલબ્ધ પ્રાયઃ પદ્યમય સાહિત્ય આ રીતે અકારાદિ ક્રમે સંકલન કરવામાં અને પૂર્વે શાસ્ત્ર-સંદેશમાલાના ૨૪ ભાગના સંપાદન દ્વારા પંન્યાસજી શ્રી બોધિરત્નવિજયજી ગણિવરના વિનેયરન મુનિરાજ શ્રી વિનયરક્ષિતવિજયજીએ જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે જે પ્રશંસનીય અને અનુમોદનીય છે. આ કાર્યદ્વારા જે પુણ્યાત્માઓ વિવિધ શાસ્ત્રોના સંશોધનો કરી રહ્યા છે તેઓને આ ગ્રંથો જરૂરથી ઉપયોગી થવા સાથો સાથ સમય આદિનો પણ બચાવ કરનાર થશે.
પ્રાન્ત આ ગ્રંથના ઉપયોગ દ્વારા ભવ્યાત્માઓ ભવવિરહપદને પામનારાબને એ જ શુભાભિલાષા. વિક્રમ સંવત ૨૦૬૫,
સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજય શ્રાવણ સુદ ૧૩
રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના વિનેયરન તપસ્વીરત્ન સંવેગી જેન ઉપાશ્રય
પં.પ્રવરશ્રી કાન્તિવિજયજી ગણિના વટવાલ શહેર
શિષ્ય આ.શ્રી નરચન્દ્રસૂરિ.
૧૨. ફુગ્વયુવાનસંffffપડri તy ાને મviતા નીવા.... (નંદિસૂત્રમૂળપાઠ છેલ્લેથી ત્રીજો આલાવો.). १३. आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीव विद्वांसः प्रभावकाश्चासन् । एकादशाङ्गोपरि चार्यस्कन्दिलस्थविराणा
मुपरोधतस्तैविवरणानिरचितानि यदुक्तं तद्रचिताचाराङ्गविवरणान्ते यथा थेरस्स महुमित्तस्स सेहेहिं तिपुव्वनाण जुत्तेहि।मुणिगण विवंदिएहि ववगय रागाइदोसेहिं॥१॥ बंभद्दीविय साहामउडेहिंगंधहत्थि विबुहेहि ।विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ॥२॥
(- હેમવંતસ્થવિરાવલી)