________________
ગુરુમહારાજ સાથે મીલન, સિદ્ધગિરિનો સંઘ, વિપરીત પરિણમેલ ઔષધનો પ્રસંગ, પંન્યાસપદવી અર્પણ, સુરેન્દ્રનગરમાં ચોમાસુ, સાધનાનો યજ્ઞ, ૨૪ ઉપવાસની સાધના, ગળુ બંધ થવું, અંતિમ આરાધના-ક્ષમાપના, ફરી મહાવ્રત ઉચ્ચરવા પેટમાં નળી જોડવી વગેરેનું વર્ણન છે.
આઠમા પદ્મમાં પ૭ શ્લોકો છે. તેમાં પિંડવાડામાં મહાવીરસ્વામીના દેરાસરની પ્રતિષ્ઠા, વ્યંતરીના ઉપસર્ગનો નાશ, પૂજ્યશ્રીએ કરેલ માસખમણ, નવી નળી જોડવી વગેરેનું વર્ણન છે.
નવમા પધમાં ૫૫ શ્લોકો છે. તેમાં શીલ્ડરમાં ઉપધાનતપ, પાલનપુરમાં ચૈત્રી ઓળી, છેલ્લું ચોમાસુ, તીવ્ર વેદનાઓ સહન કરવી વગેરેનું વર્ણન છે.
દશમા પદ્મમાં ૬૭ શ્લોકો છે. તેમાં પૂજ્યશ્રીની અંતિમ આરાધના, ગુરુમહારાજની હિતશિક્ષા, અંતિમ ઈચ્છા, અંતિમ અવસ્થા, સ્વર્ગગમન, અંતિમયાત્રા, અગ્નિસંસ્કાર, ચમત્કાર, મહાકાવ્યની સમાપ્તિ વગેરેનું વર્ણન છે.
ત્યાર પછી ૨૧ શ્લોકોની પ્રશસ્તિ છે.
પહેલા ચાર પદ્મોમાં પૂજ્યશ્રીના બાળપણથી કેન્સરરોગ થયો તે પહેલાના જીવનનું વર્ણન છે.
પછીના છ પદ્મોમાં પૂજ્યશ્રીને કેન્સરરોગ થયો ત્યારપછીના જીવનનું વર્ણન છે.
દરેક પાને અંતે એક શ્લોક વસંતતિલકા છંદમાં છે. શેષ બધા શ્લોકો અનુષ્ટ, છંદમાં છે.
આ મહાકાવ્ય પૂજ્યશ્રીની સાધનાથી અપરિચિત જગતને પૂજ્યશ્રીની સાધનાનો પરિચય આપે છે તેમજ બધા જીવોને