________________
પ્રાસ્તાવિક
શ્રાદ્ધવિધિપ્રકરણ અને તેની “શ્રાદ્ધવિધિકૌમુદી' નામક સ્વોપન્ન વિસ્તૃત વૃત્તિના આ પ્રકાશનને શાસ્ત્રાભ્યાસરસિક વિદ્વાન્ વાચકવર્ગના કરકમલમાં સાદર કરતાં અત્યન્ત આનંદ થાય છે. પ્રસ્તુત શ્રી શ્રાદ્ધવિધિપ્રકરણના ગુજરાતી અનુવાદના પ્રકાશન સમયે લખેલી પ્રસ્તાવનામાંથી થોડોક અંશ આ નીચે આપીએ છીએ.
શ્રાદ્ધવિધિપ્રકરણ અને તેની સ્વોપજ્ઞ ટીકા :
શ્રાવકધર્મને અંગે વિધિવાદનું નિરુપણ કરતા ગ્રંથરત્નોમાં શ્રાદ્ધવિધિપ્રકરણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેની રચના પ્રાકૃત ભાષામાં થયેલી છે. તેની સત્તર ગાથાઓ છે. આ સત્તર ગાથાઓમાં પણ ગ્રન્થકારે, પ્રતિપાદ્ય વિષયોને અતિ સંક્ષેપથી છતાં સુસ્પષ્ટપણે સમાવી દીધા છે. * આ પ્રકરણ ઉપર ગ્રંથકારે પોતે જ છ હજાર સાતસો એકસઠ શ્લોક (૬૭૬૧) પ્રમાણ “શ્રાદ્ધવિધિકૌમુદી' નામક અતિ વિસ્તૃત વૃત્તિ સંસ્કૃતમાં રચી છે. મૂલપ્રકરણમાં નિર્દિષ્ટ વિષયો અને પ્રસંગાનુસાર પ્રાપ્ત થતા અનેકાનેક અન્ય વિષયોને, વૃત્તિમાં વિસ્તૃત રીતિએ વિવેચવામાં આવ્યા છે. ૧ દિનકૃત્ય ૨ રાત્રિકૃત્ય ૩ પર્વકૃત્ય ૪ ચાતુર્માસિકકૃત્ય ૫ વર્ષકૃત્ય અને ૬ જન્મકૃત્ય, એમ છ વિભાગો પાડી શ્રાવકની કરણીય ધર્મક્રિયાઓનો અને તેને લગતાં વિધિવિધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રિયાઓ આદિને યથાર્થ રીતે સમજાવવા માટે, શંકાઓ ઉપસ્થિત કરી, તે તે શંકાઓના શાસ્ત્રાનુસારી યુક્તિપ્રચુર સમાધાનો નિરૂપિત કરી કથયિતવ્યોને દઢતર બનાવ્યાં છે. ધર્મવિધિઓ બતાવવાનો જ મુખ્ય ઉદ્દેશ હોવા છતાં, પ્રસંગે પ્રસંગે, વ્યાપારાદિ કેમ કરવાં ? સગાંસંબંધીઓ, મિત્રો, સ્ત્રીપુત્રાદિ પરિવાર, માતાપિતા તથા બંધુઓ અને નગરજનો આદિ સાથે કેમ વર્તવું? ભોજન કેમ