________________
થાય અથવા કાર્યને આરંભ થાય ત્યારે થતું હોય છે. શ્રી વિજયનન્દનસૂરિજીને સં. ૧૯૬૯માં પ્રતીત થયેલું જીવનધ્યેયસાધુત્વ, છેક ૧૯૭૦માં અમલી બન્યું. ત્યાં સુધી એ ખૂબ ઘૂંટાતું રહ્યું. વધુ ઘૂંટાયેલે અક્ષર જેમ ભરાવદાર અને મરોડદાર બને છે. એમ એમનું જીવન ધ્યેય પણ આમ થવાથી વધુ દઢ અને ચિરસ્થાયી મૂલ્યવાળું બન્યું.
એમની ઘૂંટવાની રીત પણ સાવ નોખી. કેમ કે પેલા જીવનસાદની પ્રેરણા એવી તે બળવત્તર હતી કે મનમાં થયા જ કરે કે ક્યારે મારા જીવન ધ્યેયને આંબી વળું ને એને હાથવગું કરી લઉં ! આમ કરવામાં અવધે પાર વગરના હતા. ઘરની રજા મળવી દુર્લભ હતી. એટલે આપણે અંતરમાંથી આવતી પ્રેરણાને ઘૂંટવાને અને એ રીતે એને ન્યાય કરવાને નવે રસ્તે અખત્યાર કર્યો. એ વારંવાર નાસભાગ કરવા માંડ્યા. એમ કરવા જતાં રખડવું પડ્યું. ઘણી વાર ભૂલ થઈ જતાં પકડાયા. પકડાયા તે જૂઠું પણ બોલ્યા – બલવું પડયું – મનમાં રજ સાથે ભયને લીધે આમ કરવું પડેલું. પણ વારંવાર ઘૂંટાતે અક્ષર જેમ એકવાર ખરેખર સાચે લખાઈ જાય છે તેમ આમને પ્રયત્ન એકવાર ફળી ગયા ને એ પિતાના ધ્યેયરૂપ સાધુત્વને આંગણે આવી ઊભે.
- સાધુ બન્યા પછી એમણે હરણફાળ ભરી. નવા જન્મેલા બાળકની જેમ પિતાની નવી જિંદગીના સંસ્કાર ઝીલવામાં એમણે ભારે તત્પરતા દાખવી. ને જોતજોતામાં તે ભણતરના, વિનયના, સેવાભક્તિના, સદાચારના ને સાધુતાના સંસ્કાર એમના જીવનમાં એકતારરૂપે વણવા લાગ્યા. સામાન્ય રીતે જોઈએ તે સંસ્કાર-સ્વીકારની આ પ્રક્રિયા જીવનના અંત સુધી ચાલે છે. માનવી નિત નવા સંસ્કારને ઝીલતે જ રહેતા હોય છે, પણ જે સંસ્કારોના જેટલા પ્રમાણથી જીવન, જીવન કહી