________________
કૃતજ્ઞતા-પ્રદર્શન.
વિક્રગક્રિખ્યાત પંડિત-વર્ય શ્રીમાન હરગોવિંદદાસ ત્રિકમલાલ શેઠ આ આખે પ્રાકૃત ગ્રન્થ છપાતો હતો તે વખતે દૃષ્ટિગોચર કરી : ગયા હતા. અતઃ એ સહ–અનુગ્રહની સ્મૃતિને આ સ્થળે અંકિત કરતાં મને હર્ષ થાય છે.
જામનગરના સુયશસ્વી ન્યાયાધીશ મહાશય શ્રી ભગવાનજી રતનશી વારીઆ, બી. એ. એલએલ. બી. એઓએ આ ગ્રન્થનાં અંગ્રેજીનાં પહેલેથી છેલ્લે સુધી તમામ પ્રફે કાળજી રાખી જોયાં છે. અંગ્રેજી વિભાગના પ્રમાર્જનમાં એ સજ્જન-મહેયનું સદ્દભાવપૂર્ણ સાહાપ્ય મને બહુ ઉપયોગી થયું છે. એ માટે એ વિદ્વાન સદગૃહસ્થને હું ઘણે આભારી છું.