________________
ભગવંત ગણાય છે. જીત એટલે આચાર અને તેનો કલ્પ એટલે વર્ણન. આમાં ૧૯ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. શ્લોકઃ ૨૨૫
છે શ્રી લઘુનિશીથ સૂત્ર ૩૮ આનું બીજું નામ આચારકલ્પ છે. મુનિવરોના આચારોનું વર્ણન છે. મુનિ જીવનમાં લાગેલા દૂષણોના વિવિધ પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. સામાચારી વિષયક વાતોનો ભંડાર છે. સ્કૂલના કરનાર મુનિઓને શિક્ષારૂપે આ સૂત્ર છે. પ્રમાદાદિથી ઉન્માર્ગે ગયેલાને તે સન્માર્ગે લાવે છે. આ સૂત્રમાં ૨૦ ઉદ્દેશક છે. દરેકમાં અમુક બોલ બતાવ્યા છે. તેવું સાધુ કરે, કરાવે યા અનુમોદે તો તેને આલોચના પૂર્વકનાં માસિક, લઘુ માસિક, ચતુમસિક આદિ પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ બતાવી છે. શ્લોકઃ ૮૫૦
છે શ્રી મહાનિશીથ સૂત્ર ૩૯ સાધુ-સાધ્વીઓના સંયમની નિર્મળતાના મુખ્ય લક્ષ્યવાળા આ સૂત્રમાં વર્ધમાનવિદ્યા તથા નવકાર મંત્રનો મહિમા, ઉપધાનનું સ્વરૂપ અને વિવિધ તપનું
વર્ણન છે. ઉપરાંત શલ્યનો ઉદ્ધાર વગેરેની વિચારણા તેમજ પ્રાયશ્ચિત્તની ગંભીર હકીકતો છે. * વ્રતભંગથી ને ખાસ કરીને ચોથા બ્રહ્મચર્યવ્રતનાં ભંગથી કેટલા દુઃખ પડે છે તે બતાવી કર્મનો સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. સાધુઓના આચારની વાત તેમજ કમલપ્રભ આદિની કથાઓ છે.
શ્લોકઃ ૪૫૦૦ - એ પ્રથમ આવશ્યક સૂત્ર પૂજા ૪૦
શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાને માનનાર પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ દરરોજ સવારે અને સાંજે અવશ્ય કરવા યોગ્ય જે પ્રતિક્રમણ, તે આવશ્યક કહેવાય છે. તેના છ આવ શ્યકના છ અધ્યયનનું વર્ણન છે. ઉપસર્ગો, સમવસરણ, ગણધરવાદ, દશપ્રકારની સામાચારી નિન્દવો, નમસ્કાર નિયુક્તિ, ધ્યાનશતક, પારિષ્ઠાપતિકા નિયુક્તિ, સંગ્રહણી, યોગસંગ્રહ નિર્યુક્તિ અને અસ્વાધ્યાય નિયુક્તિનું વર્ણન છે.
શ્લોક : ૧૦૦
૬૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org