________________
ધન ધન આગમ જિનતણું...
પરમાત્માના વચન સ્વરૂપ આગમ ગ્રંથોના બહુમાન-પૂજન રૂપ આગમપૂજા હવે વર્ષો વર્ષ ઠેક ઠેકાણે ઠાઠમાઠથી ભણાવાય છે.
વિ.સં. ૨૦૪૭માં આસો મહિને રાજકોટ પ્રહલાદ પ્લોટમાં પૂજય આચાર્ય મહારાજશ્રી વિજય દેવસૂરિજી મહારાજ, પૂજય આચાર્ય મહારાજશ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજ તથા પૂજય પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ આદિની નિશ્રામાં આ પૂજા ભણાવાઇ ત્યારે રાજકોટના તત્ત્વપ્રેમી સગૃહસ્થો ડોલી ઉઠયા હતા અને તેઓના મુખમાંથી “આ પૂજાની ઢાળના શબ્દો, દિવસો સુધી કાનમાં ગૂંજયા કર્યા છે, આગમ રચનાની સજાવટ મહિનાઓ સુધી આંખ સામે તરવર્યા કરી છે અને આ સમગ્ર પ્રસંગનો માહોલ વરસો સુધી સ્મૃતિમાં સચવાઇ રહેશે અને અમને તેનું સ્મરણ પુલકિત કર્યા કરશે..
ભકિતરસ અને તત્ત્વબોધથી નીતરતી આ પૂજાનું ગાન અમે અમારી અનુકૂળતા મુજબ કરતાં રહીએ એ માટે આ પુસ્તક ફરીથી છપાવવા જોગ છે.”
આવા ઉદ્ગાર સાંભળીને આગમ પૂજાની આ તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરવાનું વિચાર્યું છે.
એ જ રાજકોટના પ્રભુશાસન રાગી વર્ગે પુસ્તક છપાવવાનો આર્થિક બોજો હળવો કરીને અમને પ્રોત્સાહિત કર્યા છે.
અને અંતે અમારી સકલ શ્રીસંઘને અંજલિબદ્ધ એક જ પ્રાર્થના છે કે આ આગમ પૂજાને ભાવથી ગાઇ ગવરાવી બોધિ બીજને નિર્મળ કરો.
એજ પ્રકાશક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org