________________
છે. શ્રી ચંદાવિજય પન્ના સૂત્રો ૩૦ રાધાવેધનું વર્ણન છે. રાધાવેધની આરાધનાની જેમ સ્થિર ચિતે આરાધનાનું લક્ષ્ય રાખી સર્વ પ્રવૃત્તિ કરવી અને મરણ સુધારવું, એવા સ્વરૂપનો ઉપદેશ. ૨૦૦ શ્લોક. ખાસ કંઠે કરવા લાયક છે.
છે શ્રી દેવેન્દ્રસ્તવ પયના સૂત્ર છે ૩૧ બત્રીશ ઈન્દ્રો, તેમનાં સ્થાન, આયુષ્ય, શરીર, અગ્રમહિષીઓ, રિદ્ધિ-સિદ્ધિ, પરિવાર, બળ, પરાક્રમ વગેરેનું તેમ જ તેમણે કરેલી પરમાત્માની
સ્તવનાનું વર્ણન. અને તેના પેટા ભેદમાં દેવતાઓ. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિનાં નામ, વાસ, સ્થિતિ, ભવન, પરિગ્રહ વગેરે કથન છે.
શ્લોકઃ ૨૦૦
- શ્રી મરણસમાધિ પયના સૂત્ર ૩ર
સમાધિમરણ અને અસમાધિમરણનો વિસ્તૃત વિચાર. ધર્મપ્રાપ્તિની દુર્લભતા, કામભોગોની ભયંકરતા, વિષયોની તુચ્છતા, બાલમરણથી થતી જીવની દુર્દશા વગેરેનું વર્ણન. અંતિમ આરાધનાનો સર્વાંગસુંદર વિસ્તૃત ગ્રંથ. સમાધિથી મરણ કેમ થાય છે તેની વિધિપૂર્વક બતાવ્યું છે. આરાધના, આરાધક, અનારાધક, ક્ષમાપના, અનિત્યાદિ ભાવના, મોક્ષ-સુખની અપૂર્વતા, ધ્યાન વગેરે અનેક વિષયો છે. મરણવિભક્તિ, મરણવિશુદ્ધિ, મરણસમાધિ, સંલેખના શ્રુત, ભક્તપરિજ્ઞા, આતુર પ્રત્યાખ્યાન, અને આરાધના પ્રકીર્ણક એમ આઠ કૃતમાંથી આ મરણવિભક્તિ - મરણસમાધિ રચેલી છે. શ્લોક : ૭૦૦
છે શ્રી સંથાર પન્ના સૂત્રો ૩૩ છેવટની અંતિમ આરાધનારૂપ સંથારાનો મહિમા, તેના વડે થતી આત્મઋદ્ધિની પ્રાપ્તિ, દ્રવ્ય અને ભાવસંથારાનું સ્વરૂપ. સંથારો કરનાર આરાધક આત્માઓનાં ચરિત્રો. શ્લોકઃ ૧પ૦
છે શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર છે ૩૪ અસમાધિનાં વીસ સ્થાન વગેરેના દસ અધ્યયનો છે. આઠમું પર્યુષણાકલ્પ નામનું અધ્યયન એ જ કલ્પસૂત્ર છે, જે દર વર્ષે ચતુર્વિધ સંઘ
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org