________________
ચરિત્રનો સંગ્રહ, જે દ્વારા તેમણે કરેલાં તપ અને સંયમની સુંદર પ્રેરણા મળે છે. ચરિત્રોનો સંગ્રહ.
સંસારનો અંત આણી જેઓ અંત સમયે કેવલજ્ઞાન પામી અન્તર્મુહૂર્તમાં મોક્ષે ગયા હોય તેમને અંતકૃત-કેવલી કહે છે. આવા કેટલાક મહાનુભાવોના ઉદાત્ત ચરિત્રો આ આગમમાં આલેખાયા છે.
દ્વારિકાના વર્ણનથી શરૂ થતાં આ આગમમાં વાસુદેવ કૃષ્ણનાં, પત્નિ, પુત્ર વગેરેની સંખ્યા દર્શાવાઈ છે. વળી રાજા અન્ધકવૃષ્ણિની રાણી ધારિણીના પુત્રો નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઇ બાર ભિક્ષપ્રતિમાનું પાલન કરી “ગુણરત્ન સંવત્સર' તપ કરી શત્રુંજયગિરિએ જઈ અનશન કરી મોક્ષે ગયા એ બાબત અહીં વર્ણવાઈ છે.
દસ યાદવકુમારો અંતકૃત-કેવલી થયા તે વાત તેમજ કૃષ્ણની આઠ પટરાણીઓ અને એમના પુત્ર શાબની બે પત્ની મોક્ષે ગયા એ વિષે અહીં માહિતી અપાઈ છે.
આ ઉપરાંત દ્વારિકાનો દ્વૈપાયને હાથે નાશ, અર્જુનમાલી અને મુદ્રગર યક્ષ, અલક્ષ રાજાની દીક્ષા તેમજ શ્રેણિકની ૨૩ રાણીઓએ કરેલી તપશ્ચર્યા એ બાબતોને પણ અહીં સ્થાન અપાયું છે.
મૂળ-૮૫૦ શ્લોક પ્રમાણ.
આ આગમ ઉપર નવાંગીટીકાકાર શ્રી અભયદેવ સૂરિજીનું ૪૦૦ શ્લોક પ્રમાણ લઘુવિવરણ છે.
શ્રી અનુત્તરોવવાઈ સૂત્રો ૯ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને અનુત્તર દેવવિમાને ગયેલા મેઘકુમાર, અભયકુમાર આદિ એકાવતારી ૩૩ ઉત્તમ આત્માઓનાં જીવનચારિત્રો.
વિશેષમાં ધન્ય મુનિનો અધિકાર છે. એમની તીવ્ર તપશ્ચર્યાની પ્રશંસા ખુદ મહાવીર સ્વામી ભગવાને કરી હતી. એમનું શરીર તપશ્ચર્યાને લઇને તદ્દન હાડપિંજર જેવું બની ગયું હતું એનું અહીં આબેહૂબ વર્ણન કરાયું છે.
આના ત્રણ વર્ગ અને તેત્રીસ અધ્યયન છે. મૂળ-૧૯૨ શ્લોક પ્રમાણ.
આ આગમ ઉપર ૧૦૦ શ્લોક પ્રમાણ વધવૃત્તિ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ રચી છે.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org