________________
૭ મા અધ્યયનમાં સાત નિન્દવો-વિરોધી ધર્મભેદોનું વર્ણન ઉપયોગી છે. મૂળ ગ્રન્થ ૩૭૦૦ શ્લોક પ્રમાણ છે. આના ઉપર નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજે વિ.સં. ૧૧૨૦માં રચેલી ૧૪૨૫૦ શ્લોક પ્રમાણ વૃત્તિ મળે છે. અને તેમાં રહેલી ઉધૃત ગાથા ઉપર સત્તરમાં શતકમાં રચાયેલું “સ્થાનાંગ વૃત્તિગત ગાથા વિવરણ" પણ મળે છે જે હજી અમુદ્રિત છે. જેનું પરિમાણ ૧૦૦૦૦ શ્લોક છે.
।। શ્રી સમયાવાંગ સૂત્ર૫ ૪
એકથી સો સુધીનું અંકસ્થાનોની વસ્તુનું નિરૂપણ-યાવત કોડાકોડી સંખ્યાવાળા કયા કયા પદાર્થો છે તેનું વર્ણન. નાભિ રાજા વગેરે કુલકર તીર્થંકરો તથા તેમનાં માતા-પિતા, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવનાં નામ, સ્થાન, ગતિ વગેરેનું વર્ણન, ઐરાવત્ત ક્ષેત્રની ત્રણેય ચોવીશીનાં નામો વગેરે જાણવા લાયક ધણી વસ્તુઓનો સંગ્રહ. ઉત્તમ સંગ્રહગ્રંથ છે.
મૂળ-૧૬૬૭ શ્લોક પ્રમાણ છે. આના ઉપર શ્રી અભયદેવસૂરિજી મહારાજ રચિત ૩૫૭૫ શ્લોક પ્રમાણ વૃત્તિ છે. ૬૩ શલાકા પુરુષનું વર્ણન આમાં છે.
॥ શ્રી ભગવતી અંગસૂત્ર
૫ સર્વ આગમોમાં વિસ્તૃત પ્રમાણવાળા આ આગમમાં સર્વજ્ઞકથિત અનેકાનેક વિષયોનું વ્યાપક અને ગંભીર વર્ણન છે. શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા અને ભગવંતે સ્વમુખે આપેલ છત્રીસ હજાર પ્રશ્નોત્તરોથી સંકલિત આ આગમમાં ચારેય અનુયોગોની બહોળી છણાવટ છે. અનેક વિષયોની ખાણ છે. આમાં ૪૧ શતક છે.
આ સૂત્રનું બીજું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંબંધે અને પદાર્થોની સૂક્ષ્મ વ્યવસ્થા-જીવવિચાર આદિ અનેક બાબતોનું વિવેચન છે. આ સૂત્રની સુવર્ણાક્ષરે લખેલી અનેક પ્રતો મળે છે. આ સૂત્ર ગુરુમુખે સાંભળવા જેવું છે.
આના ૫૨ ૩૧૧૪ બ્લોક પ્રમાણની ચૂર્ણ મળે છે જે અમુદ્રિત છે. નવાંગી ટીકાકર શ્રી અભયદેવસૂરિજી રચિત વૃત્તિ ૧૮૬૧૬ શ્લોક પ્રમાણ મળે છે. મૂળ-૧૫૭૫૧ શ્લોક પ્રમાણ છે.
Jain Education International
પર
For Private & Personal Use Only
www.jainelibrary.org