________________
આચાર્ય હેમચન્દ્ર
જૈનધર્મના ઈતિહાસમાં આચાર્ય હેમચન્દ્રનું સ્થાન અનેખું છે. તેમણે બજાવેલ જેનધર્મની સેવાઓ અનુપમ છે, તેથી જ જેન સમાજના પરમોપકારી પૂર્વાચાર્યોમાં તેમનું સ્થાન ઘણું ઊંચું છે, તે કારણે જ જેનેએ તેમને “કલિકાલસર્વજ્ઞ” એવા શ્રેષ્ઠ પદથી સંબોધ્યા છે, સ્તવ્યા છે.
પરંતુ આ સમર્થ સંતને માત્ર જેનધર્મની જ સંપત્તિ સમજવા એ મેટી ભૂલ લેખાશે. તેમની સર્વતોમુખી સેવાઓએ—સાહિત્યસેવા, રાજસેવા, જનસેવા અને સર્વધર્મસેવા કે જેમને ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે– માત્ર જૈન સમાજને જ નહિ પણ સમસ્ત ગુજરાતને અને ભારતવર્ષને ઉજજ્વળ બનાવ્યાં હતાં. તેથી ભારતવર્ષની ઉજજવળ કીતિ કરનાર આચાર્યોની પંક્તિમાં આચાર્ય હેમચંદ્ર ઘણું જ આદરણીય આસને વિરાજે છે.
ઉપલબ્ધ સાધનો આવા ઉત્કૃષ્ટ કેટીના આચાર્યનું ચરિત્ર ઘણું જ મનનીય અને અનુકરણીય કહેવાય, પરંતુ શ્રીમાન જિનવિજયજી જણાવે છે “જે કે ભારતના કેઈ પણ ઐતિહાસિક પુરુષવિષયક જેટલી ઐતિહ્ય સામગ્રી ઉપલબ્ધ થાય છે તેની તુલનામાં આચાર્ય હેમચંદ્ર વિષયક લભ્ય સામગ્રી વિપુલ કહેવાય, તથાપિ આચાર્યના જીવનનું સુરેખ ચિત્ર ચિત્રિત કરવા માટે તે સર્વથા અપૂર્ણ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org