________________
જિનશાસનન
પ૦૦
વડોદરા દાદા પાર્શ્વનાથ પ્રભુપ્રાસાદમાં પ્રભુપ્રતિમા એની અંજનશલાકા તથા પૂ. આચાર્ય શ્રી વિજયવલભસુરીશ્વરજી, પૂ. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી તથા શ્રી હંસવિજયજી મહારાજના સમારકરૂપ ગુરુમંદિરની પ્રતિષ્ઠામાં બને ભાઈઓએ અગ્રગણ્ય ભાગ લીધો હતો. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના તેઓ પ્રતિનિધિ હતા. શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય, શ્રી વર્ધમાન કે. ઓપરેટિવ સંસ્થા, શ્રી જૈન વિદ્યાર્થી આશ્રમ, શ્રી જૈન યુવક મંડળ, શ્રી વર્ધમાન આયંબિલ ભુવન, પૌષધવ્રતારાધક સમાજ આદિ સંસ્થાએના તેઓ સક્રિય સભ્ય તેમ જ પ્રાણ સમાન હતા.
આપે સેજતથી કેસરિયા, બેડવાડ પંચતીર્થી, રાણકપુર આદિ તીર્થોના સંઘ કાઢી સંઘવી બન્યા હતા. બંધુ સુકનરાજજી તથા સુપુત્ર ચંપાલાલજી તથા કુટુંબ પરિવારને આ તીર્થયાત્રાસંઘમાં પ્રશંસનીય સહકાર હતે. આપે ફાલનામાં શ્રી વલ્લભકીર્તિસ્તંભનું ઉદ્ઘાટન કરવાને અનેરો લાભ લીધું હતું. તેઓ વડોદરામાં થનાર વિજયવલ્લભ હેપિટલના માનદ્ મંત્રી છે.
આપના મહત્વપૂર્ણ પ્રભાવશાળી જીવનની સૌરભ જન્મભૂમિ સજત અને વડેદરામાં આજે પણ મઘમથી રહી છે. આપના સુપુત્ર શ્રી ચંપાલાલજી પણું ગુરુભક્ત, ધર્મનિષ્ઠ અને ઉદારચરિત છે. શ્રી ચંપાલાલજી પણ આપણું ચરિત્રનાયક જિનશાસનરશ્ન પૂ. આચાર્યશ્રીના પરમ ગુરુભક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org