________________
જિન શાસનન
૫૬૫ તેમણે સાધ્વીજીઓ સાથે અભ્યાસ વગેરે વિષે ચર્ચાવિચારણા પણ કરી. છેવટે આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીએ આ ત્રણ દિવસ ચાલેલ સાથ્વી સંમેલનમાં સાધ્વીઓ દ્વારા પ્રદર્શિત ઉત્સાહ પર પિતાની હાદિક પ્રસન્નતા વ્યક્ત કરી. બધાને મંગળ આશીર્વાદ આપતાં સાધ્વીઓમાં અભ્યાસ, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન, વકતૃત્વમાં વિશેષ અને વિશેષ રુચિ પેદા થાય અને તેઓ દ્વારા સ્ત્રીસમાજ તથા જૈન સમાજને ઉત્કર્ષ થાય તેવી ભાવના વ્યક્ત કરી હતી.
પ્રવર્તની સાધ્વી શ્રી કપૂરિશ્રીજીએ સર્વમંગળ સંભળાવ્યું. બાદ સભા આનંદ ઉત્સાહના વાતાવરણમાં વિસર્જન થઈ. - આ સાથ્વી સંમેલન માટે આપણા આચાર્યશ્રીની કેવી ઝંખના હતી તથા આ સંમેલન એક અદ્વિતીય વિરલ સમારંભ બની ગયે તે જાણી જૈન સમાજે ગૌરવ લેવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org