________________
જિનશાસનના
પ૩૯ તેમણે એ અભિનંદન પત્ર વાંચી સંભળાવ્યું અને ગુરુદેવને સમર્પણ કર્યું. પન્યાસ જયવિજયજીએ જણાવ્યું કે આચાર્યશ્રીમાં જવલંત રાષ્ટ્રપ્રેમ છે. તેમણે જરૂર પડે તે પિતાનું લેહી આપવા જાહેરાત કરી હતી. અહીં જૈનેનાં ઘર ન હોવા છતાં મુસલમાન અને હિંદુભાઈઓના આગ્રહથી કેટલાક દિવસ સ્થિરતા કરી હતી. આત્મવલ્લભ જૈન સ્કૂલનું ઉદ્ઘાટન કરાવ્યું અને પાંચ હજારનું ફંડ પણ કરાવ્યું. આપણું ચરિત્રનાયકે અભિનંદન પત્રના ઉત્તરમાં જણાવ્યું કે આ માનસન્માન મારું નહિ પણ આપનું છે. મારું તેમાં કાંઈ નથી. હું તે વિશ્વને છું. વિશ્વ મારું છે. તમે કદરદાન છે. અને તેથી કદર કરવાનું જાણે છે. હું તે માનવમાત્રની સાથે મિત્રીભાવ રાખું છું. મારે માટે હિંદુ-મુસલમાન, ઈસાઈ, જન, વૈષ્ણવ કઈ પણ જાતિના મનુષ્ય હેય. મનુષ્યમાત્ર સાથે પ્રેમભાવ રાખવો એ મારો સંદેશ છે.
જે આપણે આત્મા છે, તે જ મનુષ્યમાત્રને આત્મા છે. ફરક માત્ર કર્મોને છે. દેશના સમુત્થાનને માટે, સમાજના કલ્યાણને માટે અને ધર્મની ઉન્નતિ માટે પરસ્પર હળીમળીને રહેવું જરૂરી છે. આથી જ આપણું બધા નું કલ્યાણ થશે.
આ તમે આપેલ અભિનંદન પત્ર તમને જ સોંપું છું. તે અભિનંદન પત્રને નગરપાલિકામાં કે જૈન મંદિરમાં રાખે તેમ હું ઇચ્છું છું. શ્રી ફૂલચંદજીએ ઊભા થઈ જણાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org