________________
હકે ૧૧૩. વડી દીક્ષાનો
સમારોહ
સાધ્વીશ્રી યશપ્રભાશ્રીજી તથા સાધ્વી શ્રી નિર્મળાશ્રીજીનું ચાતુર્માસ મેલાડ-મુંબઈમાં હતું. ખાસ વડી દીક્ષા માટે જ અહીં પૂનામાં આવવું થયું. સાધીશ્રી દિવ્યયશાશ્રીની વડી દીક્ષા હોવાથી તેમનાં માતાપિતા આદિ તથા મલાડ આદિથી તેમનાં સગાંસંબંધી, ભાઈબહેનો આવ્યાં હતાં.
વ્યાખ્યાન મંડપમાં મહા સુદિ ત્રીજના રેજ નાંદ મંડાવી (મેસરણ) વિજય મુહૂર્તમાં વડી દીક્ષાનાં વિધિવિધાન શરૂ કરવામાં આવ્યાં. વિધિ પન્યાસશ્રી વિજયજીએ કરાવી. સાધ્વીશ્રી દિવ્ય યશાશ્રીજીને સાધ્વીશ્રી યશપ્રભાશ્રીનાં શિષ્યા તરીકે જાહેર કરવામાં આવ્યાં.
આ પ્રસંગે લગભગ ૧૫ બહેનોએ વિધવિધ પ્રકારનાં વ્રત ઉચ્ચાર્યા. મલાડનિવાસી સાધીશ્રી દિવ્યયશાશ્રીના પિતા રજનીકાન્તની તરફથી પ્રભાવના થઈ. સંઘના મંદિરમાં પૂજા ભણાવવામાં આવી તેમ જ પૂજા પછી પણ પ્રભાવના કરવામાં આવી. વડી દીક્ષા સમારેહપૂર્વક આનંદ ઉલ્લાસથી પૂર્ણ થઈ. તેમનાં માતાપિતા તથા સંબંધીઓને ખૂબ સંતોષ થયે. લગભગ બપોરના ચાર વાગ્યે સ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org