________________
જિનશાસનરન
૪૬૩
શકિત, આપની શાસનના કલ્યાણ માટેની તમન્ના, શિક્ષણપ્રસાર માટેની અદમ્ય ભાવના તથા સમાજ ઉત્કર્ષ માટેની ઝંખનાથી પ્રેરાઈ આપશ્રી યુગપ્રધાનની પદવી સ્વીકારે તે અમને અપાર હર્ષ થશે.
ગુરૂદેવ તે સમયજ્ઞ હતા. વિનમ્રભાવે જણાવ્યુ, ભાગ્યશાળીઓ, યુગપ્રધાન તે આવતી કાલના કાઈ મહાત્મા થશે. હું તે। આ તમે આપેલી આચાય પદવીથી ગભરાઉં છું. જો જૈન સમાજમાં એકતા અને અમારા સાધુસમાજમાં સંગઠન સધાતું હોય તેા હું આ આચાય પદવી છેડવા તૈયાર છુ.. ભાગ્યશાળીએ, ગુરુદેવની શાસનના ચેગક્ષેમ માટેની આ કેવી ઉદાત્ત ભાવના હતી !
ભારતની એકમાત્ર પ્રતિનિધિ જૂની જાણીતી સંસ્થા કોન્ફરન્સને તે મારા સદૈવ મંગળ આશીર્વાદ છે, સમાજના નાનાંમોટાં બધાં ગામેગામ, શહેરેશહેરના સઘે, સમાજના આગેવાને-ઘડવૈયાઓ, દાનદાતાએ અને સમાજ પ્રેમી ભાઈબહેના કોન્ફરન્સને સાથ અને સક્રિય સહકાર આપે તે જૈન સમાજની કાયાપલટ થાય, જૈન શાસનને જયજયકાર થઈ રહે. છેવટે શ્રી કાંતિલાલ લાલભાઇ, શ્રી કેશરીમલજી લલવાણી તથા શ્રી પોપટલાલ રામચંદે મુંબઇના પ્રતિનિધિમડળને ખાતરી આપી કે પૂના અધિવેશનમાં સક્રિય સાથ આપશે. છેવટે આભારવિધિ થઈ અને જયનાા વચ્ચે સભા વિસર્જન થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org