________________
જિનશાસનન આપણું ચરિત્રનાયક આચાર્યશ્રીને આ વખતે શ્રી ફૂલચંદભાઈની ઉદારતાને એક પ્રસંગ યાદ આવે છે. તેઓ મુંબઈ તરફ ૨૦૨૬માં જઈ રહ્યા હતા. ભરૂચ અને ઝગડિયા વચ્ચે માંડવા બુઝર્ગ ગામ આવે છે. નર્મદા નદીના પૂરથી આખું ગામ તણાઈ ગયું. તેમાં ઉપાશ્રય પણ હતું ન હતું થઈ ગયે. આને બદલે હવે નવું ગામ આબાદ થયું છે. અત્રે સાધુસાવીઓને ઊતરવાની ઘણું જ અગવડ પડતી હતી. આ વાત કેટલાક ભાઈઓએ પૂ. આચાર્યશ્રીને જણાવી. પૂજ્યશ્રીએ જણાવ્યું કે આવતી કાલે અમે ઝગડિયા છીએ. ત્યાં સંક્રાન્તિ ઉત્સવ છે. બહારથી ગુરુ ભકતે આવનાર છે. તમે ત્યાં આવી જજો. ત્યાં આવશે તે કામ બની જશે. બીજે દિવસે ભાઈ ઓ ઝગડિયા આવ્યા. ઉપાશ્રય માટે ગુરુદેવે ઉપદેશ આપ્યા અને ચમત્કાર થયા. તત્કાળ રૂા. ૫૦૦૦)નું ફંડ થઈ ગયું. એની માગણી છ હજારની હતી પરંતુ ફંડ થયું સળ-સત્તર હજાર. શ્રાવકે દ્વારા તે રૂપિયા મોકલવામાં આવ્યા અને ઉપાશ્રય થઈ ગયો. હવે દહેરાસરની જરૂરત લાગી અને આપણા પરમ ગુરુભકત શ્રી ફૂલચંદભાઈ શામજીભાઈને પૂ. આચાર્યશ્રી એ ઈશારે કર્યો અને રૂ. ૬૫૦૦ને જે ખર્ચ આવ્યું તે તેમણે પ્રેમપૂર્વક આપે. મંદિર તૈયાર થઈ ગયું. એ જેન ભાઈએ આપણા આચાર્યપ્રવર અને પરમ ગુરુભકત શ્રી ફૂલચંદભાઈ શામજીને યાદ કરે છે. દર્શન-પૂજન અને ધર્મક્રિયાને લાભ આબાલવૃદ્ધ લઈ ૨ાા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org