________________
જિનશાસનરત્ન
૩૮
તથા વ્યાખ્યાનવાચસ્પતિશ્રી વલ્લભદત્ત વિજયજી મહારાજનાં પ્રવચન થયાં.
બિકાનેર ભજનમંડલી, જૈન સંગીત મંડળના સુમ ધુર ગાયન થયાં, ત્યાર પછી શ્રી સુમેરમલજી બાફણાનું ભાષણ થયું. આપણા ચરિત્રનાયક ગુરુમહારાજે કેટલાંક સંરમરણે દર્શાવ્યાં. આ રીતે સભા વિસર્જિત થઈ. ગુરુ સ્વાગતમાં ઈન્દ્રદેવ એવા તે મસ્ત બની ગયા કે તે દિવસે આખે દિવસ અને રાત્રિ વર્ષા થતી રહી.
પ્રવેશોત્સવના સમયે સોના-ચાંદીના એક પ્રમુખ મુસલમાન વ્યાપારીએ ગુરુરાજને મુબારકબાદી આપી કે આપ અમારાં ભાગ્ય જગ ડવા આવ્યા છે.
ઉપાશ્રયમાં અન્ય અનેક પ્રવચનો ઉપરાંત ગુરુદેવે દર્શાવ્યું કે હું બે આશાએ લઈને મુંબઈ આવ્યો છું. એક આશા તે ગુરુદેવના સમાધિમંદિરના દર્શનની હતી તે પૂર્ણ થઈ. બીજી આશા પૂર્ણ કરવાનું કામ આપ સૌ શ્રી. સંઘના હાથમાં છે. શતાબ્દી સંબંધી ચેજના બનાવી છે તેને સક્રિય કરવાનું કામ આપ સૌ સમાજના ઘડવૈયાઓનું છે. હું ઇચ્છું છું કે આ શતાબ્દી મહામહેત્સવ મુંબઈમાં યાદગાર બની જાય અને ગુરુદેવની સ્મૃતિ અમર અમર બની જાય તો કેવું સારું!.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org