________________
જિનશાસનન
હતા. બધાની સાથે નેહભર્યો વાર્તાલાપ થયો. આનંદની વૃદ્ધિ થઈ.
સંક્રાતિ ઉત્સવ અહીં ઊજવાશે. શ્રી ઓમપ્રકાશજીએ સંક્રાન્તિભજન સંભળાવ્યું. ભૂકંપપીડિતેને માટે લગભગ ચાર હજાર રૂપિયાનું ફંડ એકત્રિત થયું. માંડવા બુઝર્ગના ઉપાશ્રયના નિર્માણ સંબંધી વિચાર-વિમર્શ થયે અને ચારપાંચ હજારનું ફંડ થયું. આજની સંક્રાન્તિ વૈશાખી સંક્રાન્તિ હતી. પંજાબમાં વૈશાખીનું ઘણું મહત્ત્વ છે. એથી પંજાબી ભાઈઓના જયનાદથી આકાશ ગુંજી ઊઠયું.
શ્રી આત્માનંદ જૈન મહાસભાના અધ્યક્ષશ્રી રતનલાલજી સાથે મહાસભાના વિષયમાં વાતચીત થઈ. તા. ૧૫-૪-૭૦ ગુરૂવારના રોજ એક અમેરિકન મહાશય મારલે કાઉસ અંકલેશ્વરથી એક પાદરી સાહેબ સાથે જગડિયા તીર્થના દર્શનાર્થે આવ્યા હતા. મંદિર તથા સાધુઓનાં દર્શન કરી ખૂબ ખૂબ પ્રસન્ન થયા.
સં. ૨૦૨૬ ચૌત્ર સુદિ ૧૩ તા. ૧૯-૪-૭૦ રવિવારના રોજ ગુરુકુળમાં શેઠ મૂળચંદજી લક્ષ્મીચંદજી પાલેજનિવાસીની ઉદારતાથી નિયત છત્રીમાં પંજાબકેશરી મહારાજની પ્રતિમાં(ર૭ ઈંચ) નું અભિષેકવિધાન થયું તથા દસ વાગ્યે ને ૫૭ મિનિટે પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. ગુરુરાજની મૂર્તિ વાલિયાનિવાસી શાહ જુગરાજજી સાકળચંદે બિરાજમાન કરી. શેઠ ગીસાલાલ દલીચંદજી તરફથી નકારશી તથા ભરૂચનિવાસી શેઠ પૂનમચંદ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org