________________
૮૩. સૂરીશ્વરોના
પ્રેમભાવની સ્મૃતિ
-
~ગુજરાત પ્રાન્તના પ્રવેશદ્વાર પાલનપુરથી જગાણું, મહેતા થઈને કલ્યાણ પધાર્યા. આચાર્યદેવશ્રી વિજયભક્તિ સૂરીશ્વરજીના શિષ્ય મુનિરન પ્રવિજયજી દશાવાડાથી વિહાર કરી ગુરુદેવને મળવા આવ્યા. તેમણે દશાવાડાંમાં અનેક વ્યક્તિઓના માંસાહાર, મદ્યપાન આદિ વ્યસન છોડાવ્યાં. પાંજરાપોળની સ્થાપના કરાવી.
અહીંથી મુજપુર થઈને ગુરુરાજ સંવત ૨૦૨૬ મહા વદ ૧ તા. ૨૨-૧-૭૦ના રોજ અતિ ચમત્કારી તીર્થ શ્રી સંખેશ્વર પધાર્યા. શ્રીમદ્ નિપુણપ્રભસૂરિજી મહારાજ પોતાની શિષ્યમંડળી સહિત તથા પાચંદ ગચ્છના સાધુગણ સામે આવ્યા હતા. પરસ્પર મિલનનું દશ્ય હૃદયંગમ બની ગયું હતું. મુંબઈથી શ્રી આત્માનંદ જૈન સભાના પ્રમુખ શેઠ પિપટલાલ ભીખાભાઈ તથા શેઠ પનાલાલ વેરા આદિ ૧૬ ગૃહસ્થો દર્શનાથે આવ્યા હતા. ગુરુ ભગવંતની શતાબ્દી સંબંધી વિચારવિનિમય થયે. સાહિત્યપ્રેમીશ્રી જવિજયજી મહારાજને પણ અહીં મળવાનું થયું. તેમની પાસેથી પ્રાચીન તાડપત્રીય પ્રતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org