________________
૭૪. ભાગ્યશાળી ગુરુદેવ
સંક્રાતિ પછી ગુરુદેવ સંભાલખા, પાનીપત, મદલેડા, જીન્દ, હાસી, હિસારમાં ધર્મ પ્રચાર કરતાં કરતાં સિરસા પધાર્યા, સિરસામાં દર્શનાર્થે એક તિષી આવ્યા. આપણું ચરિત્રનાયક ગુરુદેવના ડાબા અને જમણુ પગના તળિયામાં જઈને કહેવા લાગ્યા કે, “ગુરુદેવ ! આપના પગમાં દક્ષિણાવત શંખનું ચિહ્ન છે. આપને જમણું હાથમાં તિલનું ચિહ્ન છે અને નેત્ર પર મસાનું ચિહ્ન છે. આ ચિહ્નો જોતાં આપ બહુ મોટા ભાગ્યશાળી છે. આવાં ચિહ્નો માત્ર મહાન ભાગ્યશાળીઓને જ હોય છે. આપ જ્યાં જ્યાં પધારશે, ત્યાં ત્યાં લીલાલહેર થશે અને ખૂબ જાહોજલાલી થશે.” આપણે જોઈએ છીએ કે આ ભવિષ્ય બરાબર સાચું પડી રહ્યું છે. તેઓ ભાગ્યશાળી તો છે. પણ જ્યાં જ્યાં પદાર્પણ કરે છે ત્યાં આનંદમંગળ રહે છે અને અનેક ધર્મપ્રભાવના-શાસનપ્રભાવના, સમાજકલ્યાણ અને સંગઠનનાં કામે થતાં જ રહે છે.
આપણે એ પણ જોઈએ છીએ કે આજ ૮૨-૮૩ વર્ષની ઉંમરે પણ ગ્રામનુગ્રામના વિહાર કરીને ગામેગામ શહેરે, શહેરે શહેર ધર્મનાં અજવાળાં પાથરી રહ્યા છે. હજારોનાં જીવન પરિવર્તન કરી રહ્યા છે અને શાસનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org