________________
૩૦૬
જિનશાસનરને
બડતમાં મૌન એકાદશીને ઉત્સવ ભવ્યરૂપે ઊજવાશે. આ ઉપરાંત બાલ સાધુઓનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી રહી.
મૌન એકાદશીના મંગળ દિવસે આપણું ચરિત્રનાયકે ૭૬ વર્ષ પૂર્ણ કરી ૭૭ મા વર્ષમાં પ્રવેશ કર્યો.
આ પ્રસંગે લગભગ ૪૦ શ્રીસંઘ તરફથી વધાઈ એ પ્રાપ્ત થઈ. લાલા શ્રી જગદરદાસ આદિએ હસ્તિનાપુર પધારવાની પ્રાર્થના કરી. અચાનક પ્રખર તપસ્વી શ્રી પ્રકાશ વિજયજી મહારાજ (આચાર્ય) પણ આવી પહોંચ્યા. માલૂમ પડ્યું કે ઉગ્ર વિહાર કરીને ગુરુરાજને હસ્તિનાપુર પધારવાની વિનંતિ કરવા આવ્યા હતા. વેતાંબર જૈન મહાસભા ઉત્તરપ્રદેશનું વાર્ષિક અધિવેશન તેમ જ સમાજઉન્નતિના અનેક કાર્યક્રમોની રોજનાઓ તૈયાર કરવાની છે. આથી ગુરુદેવનું હસ્તિનાપુર પધારવું અનિવાર્ય બની ગયું. 1 ખિવાઈ, રોહટા, મીરટના માર્ગે થઈને મહા વદ એકાદશીના હસ્તિનાપુર પધાર્યા. બાલાશ્રમના વિદ્યાર્થીઓ, અધ્યાપકે, દિગંબર જૈન ગુરુકુળ પરિવાર તેમ જ આવેલા શ્રાવકે વગેરેએ સુંદર સ્વાગત કર્યું. ગવર્નમેન્ટ ઈન્ટર કૉલેજના છાત્રોને માંસભક્ષણાદિ ન કરવા ઉપદેશ આપે.
શ્રી વેતાંબર જૈન મહાસભા-ઉત્તરપ્રદેશનું વાર્ષિક અધિવેશન આનંદપૂર્વક પૂર્ણ થયું.
ગુરુ મહારાજને અભિનંદન પત્ર સમર્પિત કરવામાં આવ્યું. ગુરુ મહારાજે દર્શાવ્યું કે આ મહાસભા પંજાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org