________________
૨૦.
જિનશાસનરત્ન
અહીં રાજસ્થાન, ગુજરાત, પંજાબ આદિથી ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા.
અહીથી વિહાર કરી અલીપુર (દિલ્હી) પધાર્યા. નગર નિગમ વિદ્યાલયમાં સ્થિરતા કરી. આદર્શનગર પણ પાસે જ છે. ત્યાંથી બધા ભાઈઓ દર્શનાર્થે આવ્યા હતા. આદનગરના ભક્ત શ્રાવકેનાં ઘરેને પાવન કરતાં કરતાં મેડલ ટાઉન(દિલહીના ભક્તોની તૃષા શાંત કરતાં કરતાં ગુરુદેવ રૂપનગર પધાર્યા.
શ્રીસંઘે બેન્ડવાજા આદિથી ખૂબ શાનદાર પ્રવેશ કરાવ્યું.
શ્રી શાન્તિનાથ ભગવાનનાં દર્શન કરી શ્રી આત્મવલ્લભ ઉપાશ્રયમાં પધાર્યા. મુંબઈનિવાસી પરમ ગુરુભક્ત શેઠ શ્રી ફૂલચંદભાઈ શામજીનાં શુભ કરકમલેથી ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું. રાત્રિમાં સ્વાગતસભા થઈ.
શ્રી સિદ્ધચક્ર મહાપૂજનાદિ વિધિવિધાન ભલી પ્રકાર થયાં. ત્રણ દિવસ સાધમ વાત્સલ્ય થયું. આ ત્રણે દિવસમાં લગભગ આઠ નવ હજાર ભાઈઓએ ભજનને લાભ લીધે.
ગુરુ મહારાજે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે અહિંસા પ્રચારક વિશ્વ ધર્મ સંમેલનના પ્રેરક મુનિશ્રી સુશીલકુમારજીએ ચરિત્રનાયક ગુરુદેવ સાથે જમ્મુમાં થયેલ મિલનને અનુભવ સંભળાવ્યું અને કહ્યું કે હવે સંપ્રદાયને મેહ રાખ્યા વિના બધા જૈનેએ એક થઈ જવું જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org