________________
२०६
જિનશાસનના મીરટમાં પહેલાં જેનનગરમાં આવ્યા. અહીં પંજાબથી આવેલા સ્થાનકવાસી ભાઈઓનાં ઘરો છે. ત્યાં પહેલે દિવસે સ્થાનકમાં રહ્યા. બીજે દિવસે ધામધૂમપૂર્વક પ્રવેશ થ. બહારથી આવેલ પંજાબી ભાઈઓનાં ઘરો છે. અહીં મંદિર તથા ઉપાશ્રય છે. અત્રે ત્રિપુટીરત્નો મુનિ દર્શનવિજયજી, મુનિ જ્ઞાનવિજયજી તથા મુનિ ન્યાયવિજયજીને મેટો ઉપકાર છે. એમના ઉપદેશથી દહેરાસર બંધાયેલ છે.
મીરટમાં મેષની વૈશાખી સંક્રાન્તિ ઊજવવામાં આવી. પંજાબથી ઘણું ભાઈઓ આવ્યા હતા. અહીંથી મવાના આદિ થઈને અક્ષયતૃતીયાના શુભ પારણું દિવસ પર હસ્તિનાપુર પધાર્યા.
અક્ષયતૃતીયાના વરસી તપના પારણા નિમિત્ત તપસ્વી ભાઈ–બહેને દેશદેશાંતરથી આવ્યાં હતાં. અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે દહેરાસરથી રથયાત્રાને વરઘોડે ચડ્યો તે નીશીયાજી ગયે. અહીં ભગવાન ઋષભદેવની ચરણપાદુકા છે. ઈશુરસથી પ્રક્ષાલન કરવામાં આવ્યું. સ્નાત્ર પૂજા ભણવવામાં આવી. સર્વધર્મસમન્વયી ગણિવર શ્રી જનકવિજયજી મહારાજ તથા પંન્યાસ શ્રીજયવિજયજી મહારાજે અક્ષયતૃતીયાના મહિમા વિષે વ્યાખ્યાને આપ્યાં. ત્યાંથી લગભગ બારેક વાગ્યે પાછા આવી વરસી તપના તપસ્વીઓએ આનંદપૂર્વક પારણાં કર્યા.
અહીંથી પાછા મીરટ થઈને સરધના પધાર્યા. અહીં અગ્રવાલ ભાઈઓએ ભવ્ય સ્વાગત કર્યું. બહારથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org